For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના આ 6 નવા ચહેરા નિભાવશે સોનિયા ગાંધીના સલાહકારની ભૂમિકા

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે કોંગ્રેસમાં ભારે સંગઠનાત્મક ફેરફાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે કોંગ્રેસમાં ભારે સંગઠનાત્મક ફેરફાર કર્યો છે. આ ફેરબદલમાં કોંગ્રેસે જ્યાં ઘણા જૂના ચહેરોઓને જવાબદારીમાંથી મુક્ત કરી દીધા ત્યાં અમુક યુવાનો અને નવા ચહેરાઓને કોંગ્રેસ કાર્યસમિતિમાં જગ્યા આપી છે. આ સાથે જ શુક્રવારે સોનિયાએ 6 સભ્યોની વિશેષ સલાહકાર સમિતિનુ એલાન કર્યુ. આમાં ગાંધી પરિવારની ખૂબ જ નજીક ગણાતા લોકોને જગ્યા આપવામાં આવી છે. આ સમિતિમાં પત્ર લખનાર નેતાઓમાં શામેલ માત્ર મુકુલ વાસનિકને સભ્ય બનાવવામાં આવ્યા છે.

હવે આ 6 ચહેરાઓની સલાહ પર ચાલશે કોંગ્રેસ

હવે આ 6 ચહેરાઓની સલાહ પર ચાલશે કોંગ્રેસ

પાર્ટીના સંગઠન તેમજ કામકાજ સાથે જોડાયેલ કેસોમાં સોનિયા ગાંધીનો સહયોગ કરવા માટે જે 6 સભ્યોની વિશેષ સમિતિને બનાવવામાં આવી છે. તેમાં ગાંધી પરિવારના વિશ્વાસપાત્રોમાં ગણાતા અહેમદ પટેલ, એકે એંટની, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપ સિંહ સુરજેવાલા શામેલ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીની અધ્યક્ષતાાં કેન્દ્રીય ચૂંટણી પ્રાધિકરણનુ પણ પુનર્ગઠન કરવામાં આવ્યુ છે. આમાં મિસ્ત્રી ઉપરાંત રાજેશ મિશ્રા, કૃષ્ણ ગૌડા, જ્યોતિમણિ અને અરવિંદર સિંહ લવલીને સભ્ય તરીકે શામેલ કરવામાં આવ્યા છે.

પવન કુમાર બંસલનો નવી જવાબદારી

પવન કુમાર બંસલનો નવી જવાબદારી

નવી સીડબ્લ્યુસીમાં 22 સભ્યો, 26 સ્થાયી આમંત્રિત સભ્ય અને નવ વિશેષ આમંત્રિત સભ્ય શામેલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી મહાસચિવ પ્રભારી(ઉપ્ર-પૂર્વ)ની જવાબદારી નિભાવી રહેલ પ્રિયંકા ગાંધી વાડ્રાને હવે આખા રાજ્યા પ્રભારીની જવાબદારી અધિકૃત રીતે સોંપી દેવામાં આવી છે. સંગઠનના પ્રશાસનની જવાબદારી પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન કુમાર બંસલે આપવામાં આવી છે. અત્યાર સુધી આ જવાબદારી મોતીલાલ વોરા પાસે હતી.

પરિવર્તનમાં રાહુલ ગાંધીની છાપ

પરિવર્તનમાં રાહુલ ગાંધીની છાપ

કોંગ્રેસમાં થયેલ આ સંગઠનાત્મક પરિવર્તનમાં રાહુલ ગાંધીની છાપ સ્પષ્ટ નજરે આવે છે. લેટેસ્ટ ફેરફાર બાદ મોટાભાગના નવા સચિવોને તેમના નજીકના સહયોગી તરીકે જાણવામાં આવે છે જેમાં મહાસચિવ સુરજેવાલા, અજય માકન, જિતેન્દ્ર સિંહ અને કેસી વેણુગોપાલ પણ શામેલ છે. નવા સીડબ્લ્યુસી સભ્ય તરીકે દિગ્વિજય સિંહ, રાજીવ શુક્લા, મનિકમ ટાગોર, પ્રમોદ તિવારી, જયરામ રમેશ, એચકે પાટિલ, સલમાન ખુરશીદ, પવન બંસલ, દિનેશ કુંદારો, મનીષ ચતરથ અને કુલજીત નાગરાની એન્ટ્રી થઈ છે.

ઘણા લોકોની બદલવામાં આવી જવાબદારી

ઘણા લોકોની બદલવામાં આવી જવાબદારી

આ ઉપરાંત જિતિન પ્રસાદને કોંગ્રેસે પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહનો પ્રભારી બનવવામાં આવ્યા છે. તેમના કદમાં વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વિવાદસ્પદ પત્ર પર હસ્તાક્ષર કરનાર નેતાઓમાં જિતિન પ્રસાદ પણ હતા. કોંગ્રેસે ફેરફાર કરીને નવ મહાસચિન અને 17 પ્રભારી રાખ્યા છે. આમાં જ્યાં અમુક લોકોની જવાબદારી નથી બદલી ત્યાં અમુક જૂનાને હટાવીને નવાને લાવવામાં આવ્યા જ્યારે અમુકના પ્રભાર બદલી દેવામાં આવ્યા.

સગીર રેપઃ ઓરિસ્સા ટીવી MD અને રેપ પીડિતની માની વાતચીત વાયરલસગીર રેપઃ ઓરિસ્સા ટીવી MD અને રેપ પીડિતની માની વાતચીત વાયરલ

English summary
Sonia gandhi formed a six member special committee to assist her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X