મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવશે સોનિયા અને રાહુલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 મેઃ નરેન્દ્ર મોદી 26 મેના રોજ ભારતના 15માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના નવાજ શરિફ સહિત અનેક દેશોના માંઘાતાઓ ભાગ લેશે, પરંતુ જે સૌથી ખાસ વાત એ છેકે, નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસનું પ્રતિનિધત્વ કરશે. નોંધનીય છેકે, ભાજપ સંસદીય પાર્ટી દ્વારા મોદીને નેતા તરીકે પસંદ કર્યાને અમુક કલાકો બાદ જ 20 મેના રોજ સોનિયા ગાંધીએ મોદીને શુભેચ્છા પાઠવી હતી.

sonia-gandhi-rahul-gandhi
મહત્વની વાત એ છેકે કોંગ્રેસ હજુ સુધી ગુજરાતમાં મોદીને સીએમ પદના શપથ ગ્રહણ સમારોહનો બોયકોટ કરતી હતી. વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના નેતાઓનું સામેલ થવું સામાન્ય છે, પરંતુ સોનિયા અને રાહુલના મોદી સાથે અયોગ્ય સંબંધોને ધ્યાનમાં રાખીને તેમના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાની ઉત્સુકતા હતી. હવે સોમવારે જ્યારે મોદી પીએમ પદ માટે શપથ લેશે, તો લોકોની નજર સોનિયા અને રાહુલના હાવ-ભાવ પર રહેશે.

નોંધનીય છેકે, સોનિયા ગાંધી યુપીએના ચેરપર્સનની ભૂમિકા નિભાવી રહ્યાં છે. રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યાં હતા. દસ વર્ષ સત્તામાં રહ્યાં બાદ કોંગ્રેસને આ વખતે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. 543 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસના ખાતામાં માત્ર 44 બેઠકો જ આવી. મોદીના શપથગ્રહણ સમારોહ માટે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરિફ સહિત સાર્ક દેશોના તમામ પ્રમુખોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બૉલીવુડમાંથી અમિતાભ બચ્ચન, સલમાન ખાન, રજનીકાંત, વિવેક ઓબરોયને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોદીના ચૂંટણી ક્ષેત્ર વારાણસીથી શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્ર સહિત તેમના તમામ પ્રસ્તાવકને પણ સમારોહમાં આવી રહ્યાં છે.

English summary
Congress president Sonia Gandhi and her son and party vice-president Rahul will represent Congress at the swearing-in ceremony of Narendra Modi as Prime Minister on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X