સોનિયા ગાંધી કહ્યું નરેન્દ્ર મોદી 'લાલચી' છે તેમનું દિલ ફક્ત પીએમની ખુરશી માંગે છે વિકાસ નહી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

કુલ્લૂ, 4 મે: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કુલ્લૂમાં રેલીને સંબોધિત કરતાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને 'લાલચી' કહી દિધા. સોનિયા ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીનું દિલ ફક્ત વડાપ્રધાનમંત્રીની ખુરશી ઇચ્છે છે ના કે દેશનો વિકાસ. તેમણે કહ્યું કે કોંગ્રેસનો રસ્તો બધાને સાથે લઇને ચાલવાનો છે જ્યારે મોદીનો માર્ગ દેશને વિનાશ તરફ લઇ જાય છે.

હિમાચલના કુલ્લૂની ચૂંટણી સભામાં સોનિયા ગાંધીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશની જનતાને સ્વર્ગ બનાવવાનું જુઠ્ઠુ સપનું બતાવી રહ્યાં છે જ્યારે ભાજપનો પોતાનો રસ્તો વિનાશકારી છે. સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે 'ભાજપના મુખ્ય પ્રચારક નરેન્દ્ર મોદીની વાતોથી લાગે છે કે ચૂંટણીના પરિણામ આવી ચૂક્યાં છે અને તે સિંહાસન બેસી જશે. 'કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું 'મોદી એક મહત્વપૂર્ણ વાત ભૂલી ગયા છે ચૂંટણીના પરિણામ તે નહી પરંતુ જનતા નક્કી કરશે. મને વિશ્વાસ છે કે જનતા કોંગ્રેસનો માર્ગ પસંદ કરશે.'

04-sonia-gandhi

સોનિયા ગાંધીએ કુલ્લૂમાં સૈનિકોની શહાદતનો મુદ્દો ઉઠાવ્યો. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપને ખુરશી માટે શહીદોના નામનો ઉપયોગ કરે છે. સોનિયા ગાંધીએ કહ્યું 'આપણા જવાનો પોતની જીંદગીની ચિંતા ન કરતાં આપણી અને દેશની સુરક્ષા કરે છે. તેમની સેવાઓનું સન્માન કરતાં વન રેંક વન પેન્શન લાગૂ કરવામાં આવી. 'સોનિયા ગાંધીએ એનડીએના શાસન પર નિશાન સાધતાં યુપીએ શાસનની ઉપલબ્ધિઓ ગણાવી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું 'ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. યુપીએએ મનમોહન સિંહના નેતૃત્વમાં ગામ-શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે યોજનાઓ લાગૂ કરી. બાળકોને શિક્ષણ, સ્કૂલના ભોજન, આરટીઆઇ જેવા મજબૂત અધિકાર આપ્યો. ખેડૂતોના દેવા માફ કર્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના રાજમાં ગરીબ, દલિત, પછાત આદિવાસીઓ અને મહિલાઓને ધ્યાનમાં રાખીને તમામ યોજનાઓ બનાવવામાં આવી. સોનિયા ગાંધીએ લોકોને કોંગ્રેસને વોટ આપવાની અપીલ કરી.

English summary
Congress president Sonia Gandhi addressing a rally in Kullu. While addressing she alleged on Narendra modi and said Modi just want PM chair.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X