For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાની મેમરી ઘણી વીક છે: બીજેપી

|
Google Oneindia Gujarati News

Sonia Gandhi
નવી દિલ્હી, 4 ઓક્ટોબર: ગુજરાતમાં યુપીએ સુપ્રીમો સોનિયા ગાંધીએ બીજેપી પર પ્રહારો શું કર્યા બીજેપીને સોનીયા ગાંધી અને કોંગ્રેસની મજાક કરવાની તક મળી ગઇ. ભાજપા પ્રવક્તા રુડીએ મીડિયાને જણાવ્યું હતું કે યુપીએ સુપ્રીમો સોનિયા ગાંધીની મેમરી ખૂબ જ નબળી છે એટલે જ તો તેમને ગુજરાતમાં ગોટાળા દેખાય છે પણ યુપીએને તે સિપાહી જેણે દેશને ગોટાળાઓની ગીફ્ટ આપી છે તે નથી દેખાતા.

બીજેપીનો ચોખ્ખો ઇશારો એ રાજા અને સુરેશ કલમાડીની તરફ હતો જેમને સંસદની સ્થાયી સમિતિના સભ્ય બનાવાયા છે. જે અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે આરોપ લાગવાથી કોઇ અપરાધી નથી સાબિત થઇ જતું.

ભાજપા પ્રવક્તાએ જણાવ્યું હતું કે જો ગુજરાતમાં વિકાસ કેન્દ્ર સરકારના કારણે થયો હોય તો છેલ્લા આઠ વર્ષથી કોંગ્રેસે દેશનો વિકાસ શા માટે ના કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સોનિયા ગાંધીએ મોદીનું નામ લીધા વગર જ ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે ગુજરાતનો વિકાસ જનતાને આભારી છે જ્યારે સત્તાધારી નેતાઓ પોતાના ખીચાઓ ભરીને ક્રેડીટ લે છે.

English summary
BJP hit back saying Sonia Gandhi has no moral right to raise the issue of corruption as scams worth lakhs of crores have taken place during the UPA government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X