આજે ED સમક્ષ હાજર થશે સોનિયા ગાંધી, દિગ્વિજય સિંહે આપ્યું આવું નિવેદન
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી આજે ED સમક્ષ હાજર થશે. જેના વિરોધમાં આજે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરશે.
નવી દિલ્હી, 21મી જુલાઇ : નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી આજે ED સમક્ષ હાજર થશે. જેના વિરોધમાં આજે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરશે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને સોનિયા ગાંધીનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે, અમે ન તો ડરીએ છીએ અને ન તો ડરીશું.
मोदीशाह जी देश के दसों करोड़ लोग कॉंग्रेस व नेहरू गॉंधी परिवार के साथ हमेशा खडे रहे हैं और आगे भी रहेंगे।
— digvijaya singh (@digvijaya_28) July 21, 2022
हम ना डरे हैं ना डरेंगे।
हम लड़ेंगे
और जीतेंगे।
भारत माता की जय।
5/n @INCIndia @narendramodi_in @AmitShah @RahulGandhi @priyankagandhi
દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને લખ્યું હતું કે, મોદી-શાહ, દેશના કરોડો લોકો હંમેશા કોંગ્રેસ અને નેહરુ ગાંધી પરિવારની સાથે ઉભા રહ્યા છે અને ઉભા રહેશે. અમે ન તો ડર્યા છીએ અને ન તો ડરીશું. અમે લડીશું અને જીતીશું. ભારત માતા કી જય.

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની થશે પૂછપરછ
આજે સોનિયા ગાંધી ED ઓફિસ જશે, જ્યાં નેશનલ હેરાલ્ડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. આજે કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધીનાસમર્થનમાં મોટો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે.
આ પહેલા EDએ રાહુલ ગાંધીની અનેક કલાકો સુધી પૂછપરછ કરી છે. તેસમયે કોંગ્રેસ પાર્ટીએ પણ તેમના સમર્થનમાં વિરોધ કર્યો હતો.

વિરોધની તૈયારીમાં છે કોંગ્રેસ
કોંગ્રેસ આજે જે રીતે મોટા વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહી છે, દિલ્હી પોલીસ પણ એલર્ટ પર છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાંઆવી છે. કોંગ્રેસ માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. છત્તીસગઢ, રાજસ્થાનમાંપણ મોટું પ્રદર્શન થઈ શકે છે.

પાર્ટીના તમામ નેતાઓ આજે AICCની ઓફિસમાં એકઠા થશે
કોંગ્રેસ પાર્ટી આજે સોનિયા ગાંધીના સમર્થનમાં એકતા દર્શાવવાનો પ્રયાસ કરશે. પાર્ટીના તમામ નેતાઓ આજે એઆઈસીસી કાર્યાલય ખાતેએકઠા થશે. તેમાં પાર્ટીના સાંસદો પણ સામેલ હશે, જેઓ સોનિયા ગાંધીની સાથે EDની ઓફિસમાં જશે.

EDએ રાહુલ ગાંધીની લગભગ 50 કલાક સુધી પૂછપરછ કરી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાહુલ ગાંધીની ED દ્વારા લગભગ 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જેની સામે કોંગ્રેસનાનેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

અમે તેમની સાથે ઉભા છીએ- અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે સમગ્ર કોંગ્રેસ એક છે અને અમે તેમની સાથે ઉભા છીએ.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
