નરેન્દ્ર મોદીનો અસલી ચહેરો છુપાયેલો છે: સોનિયા ગાંધી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

કોલાર, 9 એપ્રિલ: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા હતા. કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી જનસભા દરમિયાન સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું છે કે ગુજરાતમાં કુપોષણથી બાળકો મરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે તે દરેક જગ્યાએ ગુજરાત મોડલની ચર્ચા એવી રીતે કરે છે કે જેમ કે વિકાસ ફક્ત ગુજરાતમાં થયો હોય. બાકી જગ્યાએ નહી. ગુજરાતના વિકાસ મોડલ પર ફોકસ કરવા માટે તેમણે ભાજપને પણ આડે લીધું હતા.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના એક વ્યક્તિનો અસલી ચહેરો સંતાડવા માટે દેશભરમાં મોટા મોટા પોસ્ટર લગાવ્યા છે. તેનો અસલી ચહેરો એક માસ્કથી ઢંકાયેલો છે.

sonia-gandhi-11

સોનિયા ગાંધીએ ભાજપ પર ભૂમાફિયાની સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આ તે ભાજપ છે જે ધર્મ અને નૈતિકતાની વાતો કરે છે. ભાજપ સમાજને વહેંચવાનું કામ કરે છે. યેદુરપ્પાના સમયમાં કર્ણાટકમાં ચારેતરફ લૂંટ મચી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ માઇનિંગ માફિયાની ટીમ છે. ભાજપ એવી પાર્ટી છે, જે ફક્ત કહે છે, કરતી કશું નથી. પરંતુ કોંગ્રેસ જે કહે છે, તેને કરે છે. અમે જનતાના ઉદ્ધાર માટે કામ કરીએ છીએ.

સોનિયા ગાંધીએ કોંગ્રેસ અને યુપીએ સરકારની ઉપલબ્ધિઓને ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોંગ્રેસની કથની કરણીમાં ફરક નથી. કોંગ્રેસે જનહિતમાં સૂચનાના અધિકાર સહિત કેટલાય કાયદા બનાવ્યા. કોલાર સીટ વર્ષોથી કોંગ્રેસ પાસે છે અને તેને જાળવી રાખવા માટે સંપૂર્ણ જોર લગાવવામાં આવે છે.

English summary
Congress president Sonia Gandhi hit out at BJP's prime ministerial candidate Narendra Modi saying that attempt is being made to hide reality through posters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X