For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીનો ઇટલીને કડક શબ્દોમાં જવાબ

|
Google Oneindia Gujarati News

sonia gandhi
નવી દિલ્હી, 19 માર્ચ: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઇટલીએ કરેલા વિશ્વાસઘાત પર કડક શબ્દોમાં તેને ચેતવણી આપી છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસની જનરલ બોડી મીટિંગને સંબંધતા જણાવ્યું કે ઇટલીએ સુપ્રિમ કોર્ટને બંને મરિન્સ મુદ્દે જે રીતે વિશ્વાસ આપ્યો હતો તેને પૂરો કરવો જોઇએ.

બજેટ સેશન શરૂ થયા બાદ પહેલીવાર પોતાના સાંસદોને સંબોધીત કરી રહેલ સોનિયા ગાંધીએ જણાવ્યું કે ભારતે કોઇપણ દેશને હળવાશથી લેવો જોઇએ નહીં. તેમણે જણાવ્યું કે બે ભારતીય માછીમારની હત્યામાં સામેલ ઇટલીના મરિન્સને ભારત પરત લાવવા માટે સુપ્રિમ કોર્ટને આપેલ વચન પાળવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇટલીના દિલ્લી સ્થિત રાજદૂતે સુપ્રિમ કોર્ટમાં સોગંધનામુ દાખલ કરીને જણાવ્યું હતું કે તેમના બંને મરિન્સ નિર્ધારિધ સમયમર્યાદામાં ભારત પરત આવી જશે. પરંતુ બાદમાં ઇટલીએ મરિન્સને પરત મોકલવાની મનાઇ કરી દીધી હતી. સુપ્રિમ કોર્ટે આને ગંભીરતાથી લેતા ઇટલીના રાજદૂતને ભારત બહાર જવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. સુપ્રિમ કોર્ટે ઇટલીના રાજદૂતને જણાવ્યું કે આપ હવે વિશ્વાસપાત્ર નથી, અમને એવી આશા ન્હોતી કે તમે આ રીતે જુઠું બોલશો.

બીજી બાજુ સોનિયા ગાંધીએ ડીએમકેના સમર્થન પરત લેવા પર જણાવ્યું કે અમે શ્રીલંકામાં માનવઅધિકારને લઇને ખુબ જ ગંભીર છીએ. તેમણે જણાવ્યું કે શ્રીલંકામાં તમિલોના માનવઅધિકારોનું સમ્માન થવું જોઇએ. આ ઉપરાંત યુપીએ સરકારના સમર્થન પરત લેવાની જાહેરાત પર સોનિયાએ જણાવ્યું કે અમારે જે કહેવાનું હતું કે કહી લીધું. તેમણે જણાવ્યું કે શ્રીલંકમાં તમિલોના માનવાધિકાર હનન પર સ્વતંત્ર અને વિશ્વાસપાત્ર તપાસ કરાવવાની માંગ કરે છે.

English summary
In some strong remarks, Congress chief Sonia Gandhi on Tuesday warned Italy on the Italian naval guards issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X