For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જલદી જ કાશ્મીરમાં પણ દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે ખાસ

જલદી જ કાશ્મીરમાં પણ દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે ખાસ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ અહીં વિકાસના કાર્યો શરૂ થઈ ગયાં છે. કાશ્મીરમાં ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બહુ જલદી જ બેંગ્લોર, દિલ્હી સહિત અન્ય શહેરોની જેમ કાશ્મીરમાં પણ લોકો મેટ્રોની સવારી કરી શકશે. કાશ્મીરમાં વધતી વસ્તી અને ભવિષ્યમાં વિકાસની ગતિ તેજ થશે તો હવે શહેરને મેટ્રોની પણ જરૂરત પડશે માટે સરકારે આ નિર્ણય લીધો છે. જેમણે દિલ્હી મેટ્રો તૈયાર કરી છે તેમને જ કાશ્મીરમાં મેટ્રો બનાવવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે.

2020માં કામ શરૂ થશે

2020માં કામ શરૂ થશે

આ પ્રોજેક્ટ પર તેજીથી કામ ચાલી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ્સ મુજબ મેટ્રોનું ડીપીઆર તૈયાર થઈ ચૂક્યું છે અને વર્ષ 2020 સુધી શ્રીનગર મેટ્રોનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે કે મેટ્રો પ્રોજેક્ટ 2024માં બનીને તૈયાર હશે.

5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે

5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે

શ્રીનગર મેટ્રો પ્રોજેક્ટને પૂરો કરવામાં 5 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. શ્રીનગરમાં 25 કિમી લાંબો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હશે અને આ બે તબક્કામાં બનશે. આ કૉરિડોર-1 અને કૉરિડોર-2માં વહેંચાશે. એક કૉરિડોરમાં 12 સ્ટેશન બનશે. શ્રીનગરનો આ મેટ્રો પ્રોજેક્ટ આખો એલિવેટેડ હશે. તમામ સ્ટેશનો બહારથી મિની ફીડર બસ પણ ચાલશે.

750 યાત્રી એકસાથે સફર કરી શકશે

750 યાત્રી એકસાથે સફર કરી શકશે

શ્રીનગરમાં સૌથી પહેલા 3 ડબ્બાવાળી મેટ્રો શરૂ થશે. એક ડબ્બામાં લગભગ 250 લોકો એકસાથે યાત્રા કરી શકશે. એટલે કે એક મેટ્રો ટ્રેનમાં 750 લોકો એકસાથે યાત્રા કરી શકે છે. ગરમીઓમાં શ્રીનગર મેટ્રો 17 કલાક ચાલશે જ્યારે શિયાળામાં આ મેટ્રો 14 કલાક ચાલશે. તમામ સ્ટેશન બહારથી મિની ફીડર બસ પણ ચાલશે. શ્રીનગરનો આ મેટ્રો પ્રોજેક્ટ આખો એલિવેટેડ હશે. ટોકન અને સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે.

એમએમટી જંક્શનથી મેટ્રો શરૂ થશે

એમએમટી જંક્શનથી મેટ્રો શરૂ થશે

પહેલા ફેઝમાં મેટ્રો એચએમટી જંક્શનથી શરૂ થશે, પછી પારીમપોરા, કમરવારી, ગાજરજૂ, રાઠપોરા, બાટમાલૂ, સચિવાલય, લાલ ચોક, મુંશી બાગ અને સોનવર થઈ ઈંદિરાનગર સુધી જશે. ફેઝ વનની સાથોસાથ ફેઝ ટૂનું પણ કામ થતું રહેશે. ફેઝ ટૂમાં જંક્શન ઓસમાનાબાદથી મેટ્રો શરૂ થશી પછી તે સાઉરા, સ્કિમ, નલબલ બ્રિજ, મિલી સ્ટૉપ, હવલ ચોક, જામા મસ્જિદ, ખનિયાર, નૌપોરા, મુંશી બાગથી થઈ હજૂરી બાગ પર ખતમ થશે.

અસમમાં NRCની ફાઈનલ લિસ્ટ આજે જાહેર કરાશે, 41 લાખ લોકો પર ખતરો, સુરક્ષા કડકઅસમમાં NRCની ફાઈનલ લિસ્ટ આજે જાહેર કરાશે, 41 લાખ લોકો પર ખતરો, સુરક્ષા કડક

સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન

સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન

સંવેદનશીલ ક્ષેત્ર હોવાના કારણે શ્રીનગર મેટ્રોની સુરક્ષા વ્યવસ્થાનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. યાત્રિઓની સુરક્ષા માટે મેટ્રો શરૂ થતાં જ વિશેષ પ્રબંધ કરવાની યોજના છે. જે અંતર્ગત શ્રીનગરના તમામ મેટ્રો સ્ટેશનો પર સીસીટીવી કેમેરા, બેગ સ્કેનર, બોમ્બ ડિટેક્શન ઉપકરણ, વાયરલેસ સેટ્સ અને સ્નિફર ડૉગ્સ ઉપલબ્ધ રહેશે.

દિલ્હી-એનસીઆર સહિત આ 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટદિલ્હી-એનસીઆર સહિત આ 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

English summary
Soon Metro trains will also run in Kashmir, know what will be special
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X