સાઉથ એક્ટર સુધીર વર્માએ કરી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી જશો
સાઉથ અભિનેતા સુધીર વર્માએ વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના આવાસસ્થાને ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી છે. ફિલ્મોમાં કામ ન મળવાને કારણે ડિપ્રેશનમાં હોવાના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
Sudhir Verma : પ્રખ્યાત ટીવી સ્ટાર તનિષા શર્માએ શુટિંગના સેટ પર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જેનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. આ વચ્ચે વધુ એક આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. સાઉથના એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના નિવાસસ્થાને ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

સુધીર વર્મા સાથે કામ કરનારા સુધાકરે અભિનેતાના નિધનની પુષ્ટિ કરી હતી. એવા અહેવાલો છે કે, ફિલ્મોમાં સારા રોલ ન મળવાને કારણે તે ખૂબ જ નાખુશ હતો અને ડિપ્રેશનમાં હતો. આ પછી ચાહકો ખૂબ જ દુઃખી છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવતાની સાથે જ લોકો તેમના પ્રત્યે શોક વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય સુધીર વર્મા માત્ર 33 વર્ષના હતા અને સતત સારું કામ કરી રહ્યા હતા.
આ ફિલ્મોમાં અભિનય કર્યો
સુધીર વર્માએ પોતાની શાનદાર કારકિર્દીમાં કુંદનપુ બોમ્મા, સેકન્ડ હેન્ડ, શૂટ આઉટ એટ અલેરુ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે તેમણે પોતાના કરિયરની શરૂઆત 2013માં ફિલ્મ 'સ્વામી રા રા'થી કરી હતી.
સુધીર વર્માને 'કુંદનપુ બોમ્મા' દ્વારા ઓળખ મળી હતી. આ ફિલ્મ માટે સુધીર વર્માને આજે પણ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મને અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે. આ સમયે ચાહકો તેમની વસમી વિદાયથી ખુબ જ વ્યથિત છે.












Click it and Unblock the Notifications
