For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે શરૂ કર્યુ રેપિડ કિટનુ ઉત્પાદન, 15 મિનિટમાં આવશે કોરોના ટેસ્ટનુ પરિણામ

સાઉથ કોરિયાની એક કંપનીએ ગુરુગ્રામના માનેસર સ્થિત પ્લાન્ટમાં રેપિડ એન્ટીબૉડી કિટનુ પ્રોડક્શન શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધી 28 લાખથી વધુ લોકો આની ચપેટમાં આવી ચૂક્યા છે. આ કારણે ટેસ્ટિંગ કિટની ડિમાન્ડ પણ વધી રહી છે. જે અંગે સાઉથ કોરિયાની એક કંપનીએ ગુરુગ્રામના માનેસર સ્થિત પ્લાન્ટમાં રેપિડ એન્ટીબૉડી કિટનુ પ્રોડક્શન શરૂ કરી દીધુ છે. એવામાં હવે ભારતમાં એન્ટીબૉડી ટેસ્ટ કિટની કમી પણ દૂર થઈ જશે. સાથે જ કોરોનાના વધતા સંક્રમણ પર પણ લગામ લગાવવામાં આવી શકાશે.

coronavirus

દક્ષિણ કોરિયન કંપની એસડી બાયોસેન્સરના પ્લાન્ટ હેડ અંશુલ સારસ્વતે જણાવ્યુ કે કોરોનાના વધતા કેસોને જોતા કંપની કિટનુ પ્રોડક્શન ઝડપથી કરી રહી છે. આ એન્ટીબૉડી કિટથી 15 મિનિટમાં જ પરિણામ આવી જશે. તેમણે જણાવ્યુ કે છત્તીસગઢ સરકારની એક લાખ કિટનુ ઑર્ડર આપી દીધો છે જ્યારે હરિયાણા સરકારે તેમની પાસે 25000 કિટ માંગી છે. જેની ડિલીવરી જલ્દી કરી દેવામાં આવશે. કોરોના સાથે જોડાયેલ આ કિટનુ ઉત્પાદન આઈસીએમઆરના નિરીક્ષણ હેઠળ થઈ રહ્યુ છે. વળી, આ પ્લાન્ટથી રોજની એક લાખ કિટનુ ઉત્પાદન કરી શકાય છે.

ભારતમાં અત્યાર સુધી 24500થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. એવામાં કોરોના સંક્રમિત દર્દીઓને ટ્રેસ કરવા માટે ભારત સરકારે હૉટસ્પૉટવાળા વિસ્તાોમાં રેપિડ એન્ટીબૉડી ટેસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેના માટે ચીને સાત લાખથી વધુ એન્ટીબૉડી રેપિડ ટેસ્ટ કિટ મંગાવી હતી. ત્યારબાદ દેશના અલગ અલગ ભાગોમાં આને મોકલવામાં આવી. વળી, તપાસ દરમિયાન આના રિઝલ્ટમાં ઘણી ખામીઓ જોવા મળી. ત્યારબાદ આઈસીએમઆરે કિટના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ ચીનથી આવેલી કિટની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તેમાં ઉણપ મળી તો તેને પાછી આપી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ 1 મહિના પછી દુકાનો ખુલતા અમદાવાદના બજારોમાં આ રીતે થઈ ભીડઆ પણ વાંચોઃ 1 મહિના પછી દુકાનો ખુલતા અમદાવાદના બજારોમાં આ રીતે થઈ ભીડ

English summary
South Korea company started manufacturing rapid antibody test kits in Gurugram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X