For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશી મેમને ગમ્યો બિહારી દુલ્હો, ફટાફટ કર્યા લગ્ન

By Super
|
Google Oneindia Gujarati News

hindu-wedding
બેતિયા, 6 ફેબ્રુઆરીઃ ભારતના લોકો સામાન્ય રીતે જ્યાં પશ્ચિમિ સંસ્કૃતિના દિવાના થઇ રહ્યાં છે, ત્યાં વિદેશીઓ ભારતીય સંસ્કૃતિને પસંદ કરી રહ્યાં છે. સાચું કારણ છે. વિદેશી મેમ્સ(યુવતીઓ) હવે ભારતીય દુલ્હાને ઘણા જ પસંદ કરવા લાગી છે. આવું જ એક વિવાહ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં સંપન્ન થયા, જ્યાં મધુકુંજમાં રહેનારા મયંક દક્ષિણ કોરિયાની રહેવાસી સોંગાને હિન્દુ રીતિ-રિવાજ સાથે પરિણય સૂત્રમાં બંધાઇ ગયા.

આ તકે સોગાના પરિવારજનો પણ દક્ષિણ કોરિયાથી મયંકના ગામે આવ્યા હતા અને સમારોહમાં હાજરી આપી હતી. આ સંબંધથી માત્ર સોંગા અને મયંક જ ખુશ નહોતાં પરંતુ બન્નેના પરિવારજનો પણ ઘણા ખુશ છે. મંયકના પિતા માધવ શરણ તિવારીએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ પર વિશ્વાસ કરે છે, તેવામાં જાતિ અને દેશના બંધન સંબંધો પર ભારે પડી નથી શકતા. તે કહે છે કે તેમના માટે તેમના પુત્રની ખુશી સર્વોપરી છે.

બીજી તરફ મયંકે જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિના કાયલ સોંગાએ તેમને અભ્યાસ દરમિયાન 2008 લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો પરંતુ કેટલાક દિવસ અભ્યાસના કારણે અને કેટલાક દિવસ પરિવારની સહમતિ બની શકવાના કારણે લગ્નમાં વિલંબ થયો.

મયંક અભ્યાસર્થે 2006માં દક્ષિણ કોરિયા ગયો હતો, જ્યાં તેની મુલાકાત થઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે ઉંડી મિત્રતા થઇ ગઇ અને પછી આ મિત્રતા ધીરે-ધીરે પ્રેમમાં બદલાઇ ગઇ. મયંક જણાવે છે કે સોંગા બિહારમાં 2007માં એ સમયે બેતિયા આવી હતી જ્યારે ત્યાં પૂરનો પ્રકોપ હતો. ત્યારે મયંકે લાગ્યું હતું કે, આ સ્થિતિ જોઇને સોંગા પછી ક્યારેય બિહાર નહીં આવે. પરંતુ ભારતીય સંસ્કૃતિને પસંદ કરનારી સોંગા એખ વર્ષ બાદ ફરી બિહાર આવી. ત્યાર બાદ તેણે મયંક સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.

પોતાની સભ્યતા અને સંસ્કૃતિ પર વિશ્વાસ કરનાર મયંક કહે છે કે તેણે પોતાના પરિજનો સામે સોંગા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખવામાં બે વર્ષ લગાવી દીધા હતા. બન્ને પરિવારોએ લગ્ન માટે સહમતિ આપી અને ગત સોમવારે બેતિયોની એક ખાનગી હોટલમાં બન્નેના લગ્ન સંપન્ન થયા.

મયંક કહે છે કે સોંગા હિન્દી નથી જાણતી પરંતુ તે ભોજપુરી અને હિન્દી ભાષા શીખી રહી છે. સોંગાએ પણ ટૂટી-ફૂટી હિન્દિમાં આ લગ્ન પર ખુશી જાહેર કરી અને ભારતીય સસ્કૃતિના વખાણ કર્યા. મયંક વર્તમાન સમયમાં એક દક્ષિણ કોરિયાઇ કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે ભારતમાં દેશ પ્રમુખ પદ પર કાર્યરત છે જ્યારે સોંગા સ્ટાર સીજે ઇન્ડિયા કંપનીમાં કાર્યરત છે. આ લગ્ન સમારોહમાં સામેલ સોંગાની માએ પણ આ લગ્ન પર પ્રસન્નતા વ્યક્ત કરી છે.

English summary
South Korean woman has got married with a youth Mayank living in Champaaran district of Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X