યૂપીમાં ફક્ત મુસલમાન જ ગરીબ છે અખિલેશ બાબૂ: બેની પ્રસાદ વર્મા

યૂપીમાં ગુનાઓની બોલબાલા છે, ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. જેના કારણે ઉત્તર પ્રદેશમાં હુલ્લડો થઇ રહ્યાં છે. સરકાર મુસલમાનોની છોકરીઓના લગ્ન અને ભણતર માટે 30-30 હજાર વહેંચી રહી છે. શું મુસલમાન જ ગરીબ છે? જો 70 ટકા મુસલમન ગરીબ છે તો 95 ટકા એસસી, 25 ટકા પછાતવર્ગ અને 10 ટકા સામાન્ય વર્ગના બધુ ગરીબ છે પરંતુ સરકાર તેમની તરફ જોતી નથી.
અલિખેશ યાદવ ફ્ક્ત વોટ મેળવવા માટે મુસલમાનોને લલચાવી રહ્યાં છે. બેની પ્રસાદે સપા અને ભાજપને એકબીજા પૂરક ગણાવ્યા છે અને કહ્યું છે કે સપા મુસલમાનોનો ઉપયોગ કરી રહી છે તો ભાજપ હિન્દુઓને ઉશ્કેરી રહી છે. અખિલેશ સરકાર અત્યાર સુધીની નિષ્ફળ સરકાર અને કોમી હુલ્લડોને વધારી રહી છે. મુસલમાનોની આડમાં અખિલેશ યાદવ ગરીબ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
