For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં બ્રાહ્મણોના વોટ પર ઘમાસાણ, સપા-બસપાની લડાઇમાં કુદી બીજેપી

|
Google Oneindia Gujarati News

mayawati-mulayam
લખનઉ, 13 મેઃ 2014ની લોકસભાના પડધમ શરૂ થતાં જ પાર્ટીઓમાં જોડતોડનુ રાજકારણ શરૂ થઇ ગયું છે. જાતિઓને જોડી-તોડીને પોતાની તરફ કરવા માટે પાર્ટીઓ લાગી ગઇ છે. ક્ષેત્રીય પાર્ટીઓ દિલ્હીમાં મજબૂતી દર્શાવવા માટે સંઘર્ષ કરી રહી છે. યુપીમાં હાલના દિવસોમાં મતના રાજકારણમાં બે મુખ્યદળો લડી રહ્યાં છે. અલ્પસંખ્યકોની રાજનીતિ કરનારા સપા અને બસપા બ્રાહ્મણોના મત માટે યુદ્ધે ચઢી છે.

આને સામાજિક ફેરફારનું નામ આપીએ કે પછી બ્રાહ્મણોમાં આવેલી ચેતના કે પછી જોડ-તોડથી સત્તાનું સમીકરણ શોધવાનો પ્રયાસ, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં યુપીના રાજકારણમાં રાજકીય દળો માટે બ્રાહ્મણ વોટ બની ગયા છે. રાજકીય સમીકરણોમાં બ્રાહ્મણોની ભૂમિકાને માન્યતાતો પહેલા પણ આપવામા આવતી હતી, જ્યારે કોંગ્રેસની સરકાર બનતી હતી અથવા જ્યારે ભાજપ સત્તામાં આવ્યું, પરંતુ જ્યારે યુપીની સત્તા સપા અને બસપાના હાથોમાં ગઇ ત્યારથી યુપીમાં સવર્ણોનું રાજકારણ પાછળ રહી ગયુ. બન્ને દળો અલ્પસંખ્યકોનું રાજકારણ કરી રહ્યાં હતા, પરંતુ ફરી એકવાર યુપીમાં સવર્ણોને મહત્વ મળવા લાગ્યું છે.

2007માં બસપા સત્તામાં આવ્યા બાદથી બ્રાહ્મણો પર થોડું વધારે ફોકસ કરવાની શરૂઆત થઇ ગઇ. બસપાના વિજય બાદ રાજકિય સમીક્ષકોએ નિષ્કર્ષ કાઢ્યું કે બસપાને સત્તા બ્રાહ્મણ અને દલિત વોટોની જોડી-તોડીને મળી છે. ઉત્તર પ્રદેશમાં સત્તાધીશ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પછી હવે ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી વર્ષમાં આવનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને બ્રાહ્મણ સમુદાયને ભોળવવાની કવાયદ તેજ કરી દીધી છે.

સપા-બસપા દ્વારા બ્રાહ્મણોને ભોળવવાની કવાયદ બાદ ભાજપે તેમના પર જાતિવાદી ઝેર ઓકવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, તેમણે બ્રાહ્મણો માટે અત્યારસુધી શું કર્યું છે ભાજપના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદુર પાઠકે કહ્યું છે કે બસપાએ પોતાના શાસનકાળમાં બ્રાહ્મણો માટે શું કર્યુ, તે તેઓ જનતાને બતાવે. ભાજપે બસપા પર આરોપ મુક્યો કે તેમના શાસનકાળમાં બ્રાહ્મણોના એક વિશેષ જૂથને જ ફાયદો પહોંચ્યો છે. બીજી તરફ સપા પર પણ આરોપ લગાવતા કહ્યું કે સપાના રાજમાં પણ બ્રાહ્મણો પર અત્યાચારો થઇ રહ્યાં છે.

English summary
Two Main party in Uttar Pradesh fight for new vote bank in state.Samajwadi Party chief Mulayam Singh Yadav has said cases filed against Brahmins for atrocities against scheduled castes and scheduled tribes will be examined soon and withdrawn according to rules.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X