For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામગોપાલ યાદવે પુલવામા હુમલાને ગણાવ્યુ સરકારનું ષડયંત્ર, ‘તપાસમાં મોટા મોટા લોકો ફસાશે'

સમાજવાદી પાર્ટીના મહાસચિવ પ્રો.રામગોપાલ યાદવે પુલવામા હુમલા વિશે એક ખૂબ જ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સમાજવાદી પાર્ટીના મહાસચિવ પ્રો.રામગોપાલ યાદવે પુલવામા હુમલા વિશે એક ખૂબ જ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. રામગોપાલ યાદવે પુલવામા હુમલાને મતો માટે કરવામાં આવેલુ ષડયંત્ર ગણાવ્યુ છે. રામગોપાલે કહ્યુ કે મતો માટે જવાન મારી નાખવામાં આવ્યા. જ્યારે સરકાર બદલાશે ત્યારે આ પ્રકરણની પૂરી તપાસ થશે. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.

સરકાર બદલાશે તો થશે તપાસ, ફસાશે મોટા મોટા લોકો

સરકાર બદલાશે તો થશે તપાસ, ફસાશે મોટા મોટા લોકો

ગુરુવારે પોતાના પૈતૃક ગામ સેફઈમાં હોળી મિલન સમારંભમાં બોલતા રામગોપાલ યાદવે કહ્યુ કે અર્ધસૈનિક બળ સરકારથી દુઃખી છે. મતો માટે જવાન મારી નાખવામાં આવ્યા. જમ્મુ કાશ્મીર વચ્ચે ચેકિંગ નહોતુ, જવાનોને સિંપલ બસમાં મોકલી દેવામાં આવ્યા, આ બધુ ષડયંત્ર હતુ. અત્યારે નથી કહેવા ઈચ્છતો, જ્યારે સરકાર બદલાશે ત્યારે આની તપાસ થશે ત્યારે મોટા મોટા લોકો ફસાશે.

ક્યારે કોણ ચાવાળો બની ગયો અને એ જ ચાવાળો ચોકીદાર બની ગયો

ક્યારે કોણ ચાવાળો બની ગયો અને એ જ ચાવાળો ચોકીદાર બની ગયો

વળી, સપા બસપા ગઠબંધન પર બોલતા અખિલેશ યાદવે કહ્યુ કે અમારુ ગઠબંધન બસપા સાથે થઈ ચૂક્યુ છે અને દેશમાં ગઠબંધનની સ્થિતિ મજબૂત છે. સામાન્ય ચૂંટણીમાં જીત નોંધાવીને ગઠબંધન સરકાર બનાવશે. વળી, પીએમ મોદી પર નિશાન સાધતા અખિલેશ યાદવે કહ્યુ કે ક્યારે કોણ ચાવાળો બની ગયો અને એ જ ચાવાળો ચોકીદાર બની ગયો. ભાજપ સર્ટિફિકેટ આપનારી પાર્ટી બની ગઈ છે. હિંદુ હોવાનું સર્ટિફિકેટ ભાજપ અને રાષ્ટ્રવાદી હોવાનું સર્ટિફિકેટ ભાજપ આપે છે. દેશની દૂર્દશા થઈ ગઈ છે. આર્થિક રીતે બેંક દેવાદાર થવાની સ્થિતિમાં છે. અમુક પુંજીપતિઓને લાભ પહોંચાડવાનું કામ ભાજપ કરી રહી છે.

મુલાયમ પરિવારે સેફઈમાં રમી હોળી

મુલાયમ પરિવારે સેફઈમાં રમી હોળી

અખિલેશે ન્યૂઝ ચેનલો પર હુમલો કરતા કહ્યુ કે જો તમારે ભટકવાથી બચવુ હોય તો તમે લોકો ટીવી જોવાનું બંધ કરી દો. તે લોકો જૂઠથી ભટકાવી રહ્યા છે. આ વખતે હોળી રમવા મુલાયમ સિંહ યાદવ સેફઈ પહોંચ્યા. અહીં અખિલેશ, મુલાયમ અને રામગોપાલ યાદવ તો એક મંચ પર દેખાયા પરંતુ કાકા શિવપાલ સિંહ યાદવે પોતાનો અલગ મંચ સજાવ્યો. જો કે શિવપાલે કહ્યુ કે તે મુલાયમની કોઠી પર તેમના આશીર્વાદ લેવા ગયા હતા.

આ પણ વાંચોઃ ક્રાઈસ્ટચર્ચ હુમલા બાદ ન્યૂઝીલેન્ડ સરકારનો સેમી ઑટોમેટિક હથિયારો, અસોલ્ટ રાઈફલો પર પ્રતિબંધઆ પણ વાંચોઃ ક્રાઈસ્ટચર્ચ હુમલા બાદ ન્યૂઝીલેન્ડ સરકારનો સેમી ઑટોમેટિક હથિયારો, અસોલ્ટ રાઈફલો પર પ્રતિબંધ

English summary
sp leader ram gopal yadav says pulwama attack was government conspiracy soldiers were killed for vote
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X