ગરીબ, પ્રવાસી મજૂરોના મામલે સરકારને ઘેરશે કોંગ્રેસ, સ્પીક અપ ઈન્ડિયા અભિયાન ચલાવ્યું
ગરીબ, પ્રવાસી મજૂરોના મામલે સરકારને ઘેરશે કોંગ્રેસ, સ્પીક અપ ઈન્ડિયા અભિયાન ચલાવ્યું
નવી દિલ્હીઃ કોરોના વાયરસને પગલે જેવી રીતે કરોડો ગરીબ, મજૂરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, દેશની અર્થવ્યવસ્થાની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે, જેના કારણે કેન્દ્ર સરકાર વિપક્ષના નિશાના પર છે. આ મુદ્દે હવે કોંગ્રેસ સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસ આજથી સ્પીક અપ ઈન્ડિયા કેમ્પેન શરૂ કરવા જઈ રહી છે. આ પહેલનો લક્ષ્ય ગરીબો, પ્રવાસી મજૂરો, નાના ઉદ્યોગો, મધ્યમ વર્ગીય લોકોની મુશ્કેલીને લોકો સામે રાખવી છે.

આજથી આ અભયાન 11 વાગ્યા સુધી ચાલશે, જેમાં કોંગ્રેસના તમામ નેતા, કર્યકારી ભાગ લેશે. સશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ દ્વારા એક પહેલને આગળ વધારવામાં આવશે. આ પહેલમાં સમાજના વવિધ વર્ગના લોકોની સમસયાને ઉઠાવવામા આવશે જે કરોના વાયરસને પગલે લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે અમે માંગ કરીએ છીએ કે તમામ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટની સુવધા ઉપલબ્ધ કરાવવામાં આવે, મનરેગા અંતર્ગત 200 દિવસનું કામ આપવામાં આવે, ગરીબોને 10,000 રૂપયાની તત્કાળ આર્થઇક મદદ ઉપલબ્ધ કરાવવમાં આવે, નાના ઉદ્યોગોને આર્થિક પેકેજ આપવામાં આવે.
પાછલા કેટલાય દિવસોથી કોંગ્રેસ આ મામલાને સતત ઉઠાવી રહી છે. કોંગ્રેસ પાર્ટી સતત માંગ કરી રહી છે કે દેશના સૌથી ગરીબ તબક્કાના લોકોના બેંક ખાતામાં તત્કાળ 7500 રૂપિયાની આર્થિત મદદ પહોંચાડવામાં આવે, જેની સંખ્યા 13 કરોડ છે. પાર્ટી તરફથી માંગ કરવામાં આવી કે ગરીબોને મફતમાં અનાજ, આર્થિક મદદ, ઉદ્યોગોને આર્થક પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવે.












Click it and Unblock the Notifications
