For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘાસચારા કૌભાંડ: લાલુ પ્રસાદ યાદવને શુક્રવારે મળશે સજા

ઘાસચારા કૌભાંડમાં શુક્રવારે લાલુ પ્રસાદ યાદવ સમેત 15 લોકોને રાંચીની વિશેષ અદાલત સજા સંભળાવશે. જાણો આ અંગે વધુ વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

ઘાસચારા કૌભાંડના દોષી તેવા લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ આજે રાંચીની વિશેષ અદાલત ગુરુવારે સજા સંભળાવાની હતી. પણ હવે આ મામલે શુક્રવારે નિર્ણય થશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇની વિશેષ અદાલત લાલુને આ મામલે પહેલા જ દોષી જાહેર કરી ચૂકી છે. અને લાલુની સાથે આ કેસના દોષી અન્ય 15 લોકો હાલ કોર્ટમાં હાજર થઇ ગયા છે. કોર્ટમાં આજે લાલુ યાદવ અને સીબીઆઇના જજ વચ્ચે બોલચાલ પણ થઇ. નોંધનીય છે કે બુધવારે જ આ નિર્ણયની જાહેરાત થવાની હતી. પણ વરિષ્ઠ વકીલની મૃત્યુના કારણે અને શોકસભાના આયોજનને કારણે બુધવારના બદલે ગુરુવારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પણ ભલે કોર્ટે નિર્ણય ના સંભળાવ્યો હોય પણ લાલુ પ્રસાદ યાદવ સમેત તેમના સમર્થકોની મોટી ભીડ પણ કોર્ટમાં પહોંચી હતી.

lalu

નોંધનીય છે કે લાલુ પ્રસાદ યાદવ પર સીબીઆઇની વિશેષ કોર્ટે 23 ડિસેમ્બરના રોજ ઘાસચારા કૌભાંડ મામલે દેવઘર તિજોરીથી અવૈધ નિર્ગમન કરવા મામલે દોષી જાહેર કર્યા છે. લાલુ પ્રસાદ યાદવ પર કોર્ટને કલમ 420, 120 બી અને પીસી એક્ટની કલમ 13 (2) લગાવી તેમને દોષી જાહેર કર્યા છે. તેમાં લાલુ પ્રસાદ યાદવના વકીલ જ્યાં તેમને ઓછામાં ઓછી સજા મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યાં જ સીબીઆઇનો પ્રયાસ હશે કે આ મામલે તેમને વધુમાં વધુ કડક સજા સંભળાવવામાં આવે.

શું છે મામલો?

નોંધનીય છે કે વર્ષ 1994 થી 1996 વચ્ચે દેવઘર જિલ્લા તિજોરીથી ખોટી રીતે ફંડ નીકાળવામાં આવ્યું હતું. 21 વર્ષ જૂના આ મામલે સીબીઆઇએ શરૂઆતમાં 34 લોકોને આરોપી જાહેર કર્યા હતા. તેમાંથી 11 લોકોની ટ્રાયલ દરમિયાન જ મોત થઇ ગઇ હતી. બે આરોપી સરકારી ગવાહ બની નિર્ણય પહેલા જ પોતાનો દોષ સ્વીકારી લીધો હતો. લાલુ પર આરોપ હતો કે તેને આ સમગ્ર મામલાની સંપૂર્ણ પણે જાણ હતી. અને તેમ છતાં તેણે આ અંગે કોઇ કાર્યવાહી ના કરી.

ખાવાનું દુખ છે લાલુને

ઘાસચાર કૌભાંડ મામલે દોષી જાહેર થયા પછી રાંચીના બિરસા મુંડા જેલમાં મોકલવામાં આવેલ રાજદ અધ્યક્ષ લાલુ યાદવની સ્વાસ્થય અને તેમના ખાવા પીવાની સમસ્યાને લઇને તેમનો પરિવાર પહેલાથી જ ચિંતામાં છે. તેમની પત્ની અને બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ બુધવારે જ જેલમાં લાલુને તેમનું ભાવતું મનપસંદ અરવા ચાવલ, ઘી, દાળ મોકલ્યું હતું. કારણ કે શનિવારથી લાલુ સતત જેલના ખાવાને લઇને ફરિયાદ કરી રહ્યા છે. અને બીજી તરફ લાલુના નજીકના સગાઓ તેમને જેલમાં ખાવાનું પહોંચાડી રહ્યા છે.

English summary
Special CBI court to announces jail term for Lalu Prasad Yadav and others in fodder scam. Lalu and 15 other were declared guilty by the court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X