ઉરીનો બદલોઃ આર્મી અને સરકારે કહ્યું પાયાવિહોણી સ્ટોરી
એક અંગ્રેજી વેબસાઈટ ક્વિન્ટ ના જણાવ્યા મુજબ ઉરી હુમલા બાદ ભારતીય આર્મીએ બોર્ડર પાર જઇ 20 આતંકીઓને ઠાર માર્યા હોવા ના સમાચાર વહેતા થયા હતા. સરકાર અને મિલેટ્રીએ કહ્યું કે આવું કોઇ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જ નથી.
વહેતા થયેલા સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની હદમાંથી આવેલા આતંકી કેમ્પ પર આર્મીએ જવાબી હુમલો કર્યો હતો. સ્પેશિયલ ફોર્સની બે યૂનિટોએ ઉરી સેક્ટર સાથે અડીને આવેલા પીઓકે સ્થિત 3 આતંકવાદી કેમ્પોનો સફાયો કરી નાખ્યો હતો. આ કાર્યવાહીમાં લગભગ 20 આતંકવાદી માર્યા ગયા હતા. જ્યારે 200 ઘવાયા છે.

રસપ્રદ વાતએ સામે આવી છે કે સેના અને સરકાર બંનેએ આ ખબરથી ઇન્કાર કરી દીધો છે. સેના તરફથી એવી જાણકારી આપવામાં આવી છે કે આવું કોઈ જ ઓપેરશન નથી કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સુરક્ષાના મામલે લખવાવાળા નીતિન ગોખલેએ ટવિટ કરીને કહ્યું છે કે આ જાણકારી ખોટી છે અને તેમને આ વિશે કોઈ જ જાણકારી નથી.
બીજી બાજુ સરકાર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને સરકારે આ ખબરથી ઇન્કાર પણ કર્યો નથી. સરકારમાં હાજર અધિકારીઓએ ચોક્કસ જણાવ્યું છે કે તેમને આ પ્રકારના ઓપેરશનની કોઈ જ જાણકારી નથી.












Click it and Unblock the Notifications
