For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વોત્તર, પહાડી રાજ્યો માટે વિશેષ પેકેજ : સોનિયા ગાંધી

|
Google Oneindia Gujarati News

sonia gandhi
નવી દિલ્હી, 3 જૂન : યુપીએની અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે કહ્યું કે આવનાર 10 વર્ષોમાં દેશના સાત કરોડ પરિવારોને ગરીબીમાંથી બહાર નીકાળી દેવામાં આવે. આની સાથે જ સોનિયાએ જાહેરાત કરી છે કે સરકાર પૂર્વોત્તર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો માટે એક ખાસ પેકેડનું આયોજન કરી રહી છે.

સોનિયાએ આજીવીકા દિવસના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આવનાર 10 વર્ષોમાં આપણે સાત કરોડ પરિવારોને ગરીબીમાંથી બહાર નિકાળવાના છે. આ સરળ કામ નથી. સોનિયાએ કહ્યું કે આજીવીકા( રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મિશન)એ એ સાબિત કર્યું છે કે ગામોમાં, મહિલાઓના સ્વયંમ સહાયતા ગ્રૂપ દ્વારા સામાજિક અને આર્થિક બદલાવ લાવી શકાય છે.

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે આનાથી સાબિત થયું છે કે આજીવીકા મિશનને આખા દેશમાં લાગૂ કરવાની છે અને આમાં મધ્ય તથા ઉત્તરી ભાગમાં વિશેષ ધ્યાન આપવામાં આવે.

સોનિયાએ કહ્યું કે મને ખાસ કરીને ખુશી એ વાતની છે કે આ મિશન દ્વારા અમે જમ્મૂ અને કાશ્મીરમાં મહિલાઓની મદદ કરી શક્યા છીએ. તેમણે કહ્યું કે પૂર્વોત્તર તથા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો માટે એક વિશેષ પેકેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયએ જૂન 2011માં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશનની શરૂઆત કરી હતી.

English summary
India should take out seven crore families out of poverty in the next 10 years, UPA chairperson Sonia Gandhi said Monday, while announcing that the government was preparing a special package for the northeast and hill states like Himachal Pradesh and Uttarakhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X