સ્પેશિયલ ટ્રેનથી માત્ર રજિસ્ટર્ડ લોકો જ જઈ શકશેઃ સેન્ટ્રલ રેલવે
મધ્ય રેલવેના સીપીઆરઓએ શુક્રવારે કહ્યુ કે વિશેષ ટ્રેનની સુવિધા માત્ર ચિહ્નિત અને રજિસ્ટર્ડ લોકોને જ મળશે.
મધ્ય રેલવેના સીપીઆરઓએ શુક્રવારે કહ્યુ કે વિશેષ ટ્રેનની સુવિધા માત્ર ચિહ્નિત અને રજિસ્ટર્ડ લોકોને જ મળશે. માત્ર એ લોકોને જ આ સુવિધા મળશે જેમને રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા રેલવે સ્ટેશન પર લાવવામાં આવશે. અન્ય કોઈ પણ પરિસ્થિતિમાં રેલવે સ્ટેશન પહોંચનાર કોઈ પણ વ્યક્તિને આ સુવિધા નહિ મળે. રેલવેએ કહ્યુ કે કોરોના વાયરસના કારણે 25 માર્ચથી દેશભરમાં લાગુ લૉકડાઉનના કારણે વિવિધ સ્થળોએ ફસાયેલા પ્રવાસી શ્રમિકો, તીર્થયાત્રીઓ, પર્યટકો, છાત્રો અને અન્ય લોકોની વાપસી માટે શુક્રવારે મજૂર દિવસથી શ્રમિક સ્પેેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

માહિતી મુજબ પહેલી આવી ટ્રેન શુક્રવાર સવારે 4.50 વાગે હૈદરાબાદથી ઝારખંડ માટે રવાના થઈ જેમાં 1200 મુસાફરો છે, રેલવેએ શુક્રવારે છ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની ઘોષણા કરી છે. આમાં લિંગમપલ્લીથી હટિયા, નાસિકથી લખનઉ, અલુવાથી ભુવનેશ્વર, નાસિકથી ભોપાલ, જયપુરથી પટના અને કોટાથી હટિયા વચ્ચે ચાલતી ટ્રેન શામેલ છે. રેલવેએ કહ્યુ કે ગૃહ મંત્રાલય દ્વારા જારી દિશાનિર્દેશો અનુસાર આ નિર્ણય કરવામાં આવ્યો છે કે લૉકડાઉનના કારણે વિવિધ સ્થળોએ ફસાયેલા પ્રવાસી શ્રમિકો, તીર્થયાત્રીઓ, પર્યટકો, છાત્રો અને અન્ય લોકો માટે શુક્રવારે મજૂર દિવસે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.
બીજી વિશેષ ટ્રેન કેરળ-ઓરિસ્સા વચ્ચે સાંજે 6 વાગે
તમને જણાવી દઈએ કે રાજ્યોની વિશેષ માંગ પર કેરળથી લગભગ 1200 પ્રવાસી મજૂરોને લઈને અલુવા રેલવે સ્ટેશનથી એક વિશેષ ટ્રેન ઓરિસ્સાના ભુવનેશ્વર માટે શુક્રવારે સાંજે રવાના થશે. રાજ્યમંત્રી વીએસ સુનીલકુમારે આ માહિતી આપી. તેમણે જણાવ્યુ કે લૉકડાઉન લાગુ થયા બાદથી જ ઓરિસ્સાના પ્રવાસી મજૂર એર્નાકુલમ જિલ્લાના રાહત કેમ્પોમાં રોકાયા હતા. કુમારે કહ્યુ કે સરકારી દિશા-નિર્દેશો હેઠળ પ્રવાસી મજૂરોના સરકારી બસો દ્વારા સ્ટેશન સુધી લાવવામાં આવશે. અધિકૃત સૂત્રોએ કહ્યુ કે વિશેષ ટ્રેન સાંજે છ વાગે રવાના થશે.












Click it and Unblock the Notifications
