For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Special Trains Fare: ટ્રેન ભાડું વધારવાના સમાચારો પર રેલવેએ જવાબ આપ્યો

Special Trains Fare: ટ્રેન ભાડું વધારવાના સમાચારો પર રેલવેએ જવાબ આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ તહેવારી મોસમમાં ચાલતી સ્પેશિયલ ટ્રેનોના ભાડામાં વધારાના સમાચારોનું ખંડન કર્યું છે. રેલવે મુજબ તહેવારોના સમયમાં યાત્રી ભાડામાં વધારાના સમાચારથી સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા છે. જણાવી દઈએ કે અમુક મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રેલવેએ તહેવારોની સીઝનમાં યાત્રીઓની મજૂરીનો ફાયદો ઉઠાવવો શરૂ કરી દીધો અને જે 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું એલાન કર્યું તેના માટે ભાડામાં 10થી 30 ટકાનો વધારો કર્યો છે. પરંતુ આ સમાચાર પર રેલવેએ ત્યારે સ્પષ્ટતા આપવી પડી જ્યારે કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવી શરૂ કરી દીધી હતી.

train

ભારતીય રેલવેએ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના નામે ભાડું વધારવાના સમાચારો પર નિવેદન જાહેર કરી કહ્યું કે, 'ફેસ્ટિવલ સીઝનમાં રેલવે યાત્રી ભાડામાં વધારા સંબંધિત સમાચારો ભ્રામક અને ખોટા છે. નિયમો મુજબ તહેવારી, સીઝન, ગરમીઓની રજા વાળી સીઝનમાં ભારી માંગ દરમ્યાન ચાલતી ટ્રેનોના ભાડામાં અલગ હોય છે અને ટાઈમ ટેબલના હિસાબે ચાલતી નિયમિત મેલ/એક્સપ્રેસ ટ્રેનોથી વધુ હોય છે.'

સરકારી કર્મચારીઓને મોદી સરકારની દીવાળી ભેટ, બોનસની કરી જાહેરાતસરકારી કર્મચારીઓને મોદી સરકારની દીવાળી ભેટ, બોનસની કરી જાહેરાત

જણાવી દઈએ કે રેલવેએ આ વર્ષે 0 ઓક્ટોબરથી લઈ 30 નવેમ્બર દરમ્યાન 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે તેની ઘોષણા સાથે જ એમ જણાવવામાં આવ્યું હતું કે આ ટ્રેનોનું ભાડું સ્પેશિયલ ટ્રેનોમાં લાગે તેવું જ હશે, જેથી આ ટ્રેનોનું ભાડું નિયમિત મેલ/એક્સપ્રેસ ટ્રેનોના મુકાબલે 10થી 30 ટકા વધુ હશે. તેમ છતાં જણાવવામાં આવી રહ્યું હતું કે રેલવે ફેસ્ટિવલ સ્પેશિયલના નામે યાત્રીઓથી વધુ ભાડું વસૂલી રહી છે.

English summary
Special Trains Fare: Railways responds to news of train fare hike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X