
Video: આર્ટિકલ 370 પર સદનમાં ગરજતાં સુષ્મા સ્વરાજે કહી હતી આ વાત
નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેઓ એવી યાદ છોડી ગયાં કે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. સુષ્મા સ્વરાજને એક નેતા તરીકે જાણવામાં આવે છે જે ક્યારેય પણ સદનમાં બોલે તો વિપક્ષીઓની બોલતી બંધ થઈ જાય છે. આવા પ્રકારની એક ઘટના જૂન 1996માં બની હતી જ્યારે સુષ્મા સ્વરાજે લોકસભામાં આર્ટિકલ 370નો ઉલ્લેખ કર્યો હતો. આર્ટિકલ 370 ભાજપના કદાવર નેતા સુષ્મા સ્વાજનું પણ સપનું હતું અને પોતાના અંતિમ ટ્વીટમાં પણ તેમણે આ વિશે જ ઉલ્લેખ કર્યો હતો. સુષ્માએ ભાજપ પર સાંપ્રદાયિક થવાનો આરોપ લગાવનારાઓને જવાબ આપ્યો હતો.
પાસે અટલ બિહારી વાજપેયી બેઠા હતા
ઘટના 11 જૂન 1996ની છે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર 16 દિવસ બાદ પડી ભાંગી હતી. એ સમયે યુવા સુષ્માએ વિપક્ષના નેાની જવાબદારી નિભાવી. સુષ્માએ આર્ટિકલ 370 પર એક એવું ભાષણ આપ્યું જે આજે પણ યાદ કરવામાં આવે છે. લોકસભામાં ગઠબંધનની સરકાર પર સુષ્માએ આરોપ લગાવ્યો કે તેમણે વાજપેયીની સરકારને ટકવા ન દીધી. એચડી દેવગૌડાની સરકાર વિશ્વાસમત હાંસલ કરી ચૂકી હતી. સુષ્મા સ્વરાજે એ કહ્યું કે અમારા પર હંમેશા સેક્યુલર થવાનો આરોપ લાગે છે. હા અમે સેક્યુલર છીએ કેમ કે અમે ઈચ્છીએ છીએ કે કલમ 370ને ખતમ કરવામાં આવે. આખી લોકસભામાં તેમના માટે તાળીઓ વાગી હતી.

હા અમે સેક્યુલર છીએ
સુષ્મા સ્વરાજે આ દરમિયાન એમ પણ કહ્યું કે હા અમે સેક્યુલર છીએ કેમ કે અમે તિરંગાના સન્માન માટે લડીએ છીએ. સુષ્મા એવી રીતે વિરોધીઓને જવાબ આપી રહ્યાં હાં કે સ્પીકરે પણ કહેવું પડ્યું કે તમે ભાષણને વધુ રોચક ન બનાવો. પરંતુ સુષ્મા સ્વરાજે એટલેથી નહોતા અટક્યાં અને તેમણે કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ કર્યો. સુષ્મા સ્વરાજે કહ્યું કે, હા અમે સેક્યુલર છીએ કેમ કે અમે ઈચ્છીએ છીએ કે કાશ્મીરી પંડિતોનો અવાજ સાંભળવામાં આવે. આજ સુધી લોકો માને છે કે સુષ્માના તે ભાષણે કાશ્મીર માટે ભાજપની વચનબદ્ધતાને પુનરાવર્તિત કરવામાં મદદ મળી હતી. સુષ્માએ પોતાના આ ભાષણમાં રાજમા ચાવલલથી લઈ ઈડલી અને મકાઈની રોટી સુધીનો પ્રયોગ કર્યો હતો અને સદનને સેક્યુલર થવા વિશે જણાવ્યું હતું.

23 વર્ષ બાદ સપનું પૂરું થયું
સુષ્મા સ્વરાજે મંગળવારે અંતિમ શ્વાસ લીધા પરંતુ તેમનું આખરી ટ્વીટ પીએમ મોદીને ધન્યવાદ કરતું હતું. પાંચ ઓગસ્ટે જ્યારે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીરમાં લાગુ આર્ટિકલ 370ને ખતમ કરવાનો આદેશ પાસ થયો તો સુષ્માનું એ સપનું પણ 23 વર્ષ બાદ પૂરું થઈ ગયું. સુષ્માએ આના માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ધન્યવાદ વ્યક્ત કર્યો. સુષ્મા સ્વરાજે લખ્યું હતું કે થેન્ક્યૂ પ્રધાનમંત્રી. હું આ દિવસને મારી જિંદગીમાં જોવા માંગતી હતી. સુષ્મા સ્વરાજે લોકસભામાં બિલ પાસ થયા બાદ આ ટ્વીટ કર્યું હતું.
પત્ર લખી RSSએ સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપી, લખ્યું- તેમનું જવું અકલ્પનીય