For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે વર્ષ પછી ફરીથી સ્પાઈસ જેટનુ બોઈંગ 737 ઉડાન ભરવા માટે તૈયાર

સ્પાઈસજેટ એક વાર ફરીથી બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટના બે વર્ષ બાદ ફરીથી મુસાફરો માટે ઉતરવા જઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સ્પાઈસ જેટ એક વાર ફરીથી બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટના બે વર્ષ બાદ ફરીથી મુસાફરો માટે ઉતરવા જઈ રહ્યુ છે. સ્પાઈસ જેટે બોઈંગ 737 મેક્સને બે વર્ષ પહેલા ક્રેશ બાદ બંધ કરી દેવામાં આવ્યુ હતુ પરંતુ બે વર્ષના લાંબા અંતર બાદ એક વાર ફરીથી બોઈંગ 737 ઉડાન ભરવા માટે તૈયાર છે. ડીજીસીએએ સ્પાઈસ જેટને બોઈંગ 737ના યાત્રીઓ માટે શરુ કરવાની અનુમતિ આપી દીધી છે. સ્પાઈસ જેટના સીએમડી અજય સિંહે જણાવ્યુ કે અમે આ વિમાન ન ચાલવાના કારણે ખૂબ નુકશાન ઉઠાવ્યુ છે. ત્રણ વર્ષ પહેલા અમે આ વિમાનને પોતાના બેડામાં શામેલ કર્યુ હતુ, છ મહિના સુધી આ વિમાનો ઉડાન ભરી હતી. મુસાફરો પણ આ વિમાનથી ઘણા ખુશ હતા.

air

મુસાફરોમાં આ વિમાન માટે ફરીથી વિશ્વાસ પેદા કરવા માટે ખુદ સ્પાઈસજેટના માલિક, તેમનો પરિવાર, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આ વિમાનમાં મુસાફરી કરશે. અજય સિંહે જણાવ્યુ કે દિલ્લીથી ગ્વાલિયરની પહેલી ફ્લાઈટમાં અમારા પરિવારના ઘણા સભ્યો મુસાફરી કરશે. અમારી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ વિમાનમાં મુસાફરી કરશે. આ પહેલા ડીજીસીએએ 737 મેક્સને સૉફ્ટવેરમાં ફરિયાદ મળ્યા બાદ ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

સ્પાઈસજેટના સીએમડીનુ કહેવુ છે કે 737 મેક્સ દુનિયાનુ સૌથી સુરક્ષિત વિમાન છે, સૉફ્ટવેરમાં મુશ્કેલીને અઢી વર્ષ પહેલા ઠીક કરી લેવામાં આવી હતી. યુએસમાં આ વિમાન ગયા વર્ષથી ઉડાન ભરી રહ્યુ છે. અમેરિકા ઉપરાંત યુરોપ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા તે દુનિયાના અલગ-અલગ ભાગોમાં આ વિમાન પોતાની સેવાઓ આપી રહ્યુ છે. આ વિમાને 6 લાખ કલાક અને અઢી લાખ ઉડાનો પહેલા જ પૂરી કરી લીધી છે અને આમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી નથી.

English summary
Spicejet bring back Boing 737 Max after two years of gap.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X