આસારામ નિર્દોષ, સોનિયા-રાહુલના વિરોધની મળી સજા: ઉમા
નવી દિલ્હી, 22 ઑગસ્ટ : સંત આસારામ પર લાગેલા બળાત્કારના આરોપને લઇને પોલીસ તપાસ શરૂ પણ નથી થઇ અને મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીની વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ તેમને ક્લીન ચિટ આપી દીધી છે. તેમણે સંત આસારામને નિર્દોષ ગણાવ્યા અને ગાંધી પરિવાર પર નિશાનો સાધતા જણાવ્યું કે સંત આસારામ બાપુ નિર્દોષ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વિરોધની તેમને સજા મળી છે. કોંગ્રેસ શાસિત રાજ્યમાં તેમની પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે સંત સમાજ તેમની સાથે છે.
જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે આ મામલામાં હસ્તક્ષેપ કરતા જણાવ્યું કે જો આસારામની સામે આરોપોમાં સત્યતા હશે તો કાર્યવાહી થવી જોઇએ. પોલીસ તટસ્થ તપાસ કરે અને તપાસના આધારે યોગ્ય કાર્યવાહી કરે. આની સાથે જ ગહેલોતે સંત સમાજને સલાહ આપતા જણાવ્યું કે સાધુ સંતો પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવે.

જ્યારે કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે આ અંગે જણાવ્યું કે આસારામ બાપુ પર જે આરોપ લાગ્યા છે તેની તપાસ થવી જોઇએ. સાથે સાથે તેમણે જણાવ્યું કે આસારામ પર આ કોઇ પહેલી વાર આરોપ નથી લાગ્યા. મામલાની કાયદાકિય તપાસ થવી જોઇએ. જોધપુરના પોલીસ કમિશ્નર બીજૂ જૉર્જ જોસેફે જણાવ્યું કે આખા મામલાની તપાસ થશે અને ફરી પૂછપરછ થશે. ત્યારબાદ જ તેમની ધરપકડ પર કોઇ નિર્ણય લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
