For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એંજીનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાં ગુપ્ત કેમેરા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

girls
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર: દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઇડાની એક કોલેજમાં ગુરૂવારે ભારે હંગામો શરૂ થઇ ગયો. જો કે નોઇડાના સેક્ટર-62માં જેએસએસ એંજીનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ ટોયલેટમાં ગુપ્ત કેમેરો લગાવેલો જોયો. ત્યારબાદ હોબાળો મચી ગયો અને હોસ્ટલની વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલના વહિવટીતંત્ર વિરૂદ્ધ નારેબાજી કરતાં દોષીઓએ જલદીમાં જલદી સજા આપવાની માંગ કરી.

બાથરૂમમાં ગુપ્ત કેમેરા હોવાના જાણ ત્યારે થઇ જ્યારે ગુરૂવારે સવારે એક વિદ્યાર્થીની બાથરૂમમાં નહાવા ગઇ હતી ત્યારે તેની નજર કેમેરા પર પડી ગઇ. જ્યારે તે નાહી રહી હતી ત્યારે તેને બેસિન પાસે તેને કેમેરાની લાઇટ ચાલુ જોઇ. કેમેરા વોશ બેસિન સાથે ચિપકાવ્યો હતો. વિદ્યાર્થીનીએ તેની સૂચના બીજી વિદ્યાર્થીનીઓને આપી. ગુસ્સામાં વિદ્યાર્થીનીઓ હોસ્ટેલની બહાર આવી અને હંગામો કરવા લાગી. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે કેમેરા લગાવવાના મુદ્દે હોસ્ટેલના વોર્ડન મળેલા છે. વિદ્યાર્થીનીઓએ વોર્ડન વિરૂદ્ધ ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગણી કરી છે.

વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે આ કેમેરાને મદદથી વીડિયો ક્લિપ પણ બનાવવામાં આવી છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને ત્યાંથી વધુ ત્રણ કેમેરા અને તેમાં લાગેલા મેમરી કાર્ડ મળ્યા છે. પોલીસે ઘટના સ્થળ પરથી મળેલી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી લીધી છે. કોલેજના વહિવટીતંત્રે કહ્યું કે પોલીસે કેસની તપાસ શરૂ કરી દિધી છે.

English summary
The campus of a reputable college in Noida erupted in protests on Thursday after a student found a spy camera in the washroom of the girls' hostel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X