શ્રીસંત પહોંચ્યો ભગવાનની શરણમાં, પોતાને ગણાવ્યો નિર્દોષ

શ્રીસંતે મંદિરની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મેં કોઇ ખોટું કામ કર્યું નથી કારણે સ્પૉટ ફિક્સિંગ કેસમાં મને ખોટો આરોપી ગણવામાં આવ્યો છે. ભૂતકાળમાં નાની-મોટી ભૂલો કરી છે પરંતુ તાજેતરના કેસમાં એકદમ નિર્દોષ છું. મને વિશ્વાસ છે કે આ સાબિત થઇ જશે.
તેમને કહ્યું હતું ભગવાન અયપ્પાના આર્શિવાદથી હું નિર્દોષ સાબિત થઇ જઇશ અને તે એક નવો શ્રીસંત હશે. શ્રીસંતની સાથે તેના પિતા શાંતાકુમારન નાયર અને પરિવાર સભ્યો હતા. શ્રીસંત કાલે સાંજે મંદિર પહોંચ્યા હતા અને પાંચ કિલોમીટર પગપાળા ચાલીને સબરી પર્વત સ્થિત મંદિર સુધી પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
