srinagar g20 summit 2023 : જી20 બેઠકને કારણે પાકિસ્તાનની ઉંઘ હરામ, બિલાવલ ભૂટ્ટોએ રોયા રોદણા

srinagar g20 summit 2023 : કાશ્મીર ઘાટીમાં શાંતિ થવાને કારણે હવે જી20 દેશોની મહત્વની બેઠક થઇ રહી છે. જેના કારણે પાકિસ્તાન અતિ પરેશાન છે. પાકિસ્તાને આ બેઠકને રોકવા માટે તમામ પ્રયત્ન કરી હતી, જેમાં તેને સફળતા મળી નહીં. આવા સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ફરીથી ભારત સામે ઝેર ઓક્યું છે.

G-20 બેઠકના એક દિવસ પહેલા બિલાવલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના મુઝફ્ફરાબાદ પહોંચ્યા હતા. ત્યાં તેઓ જમ્મુ-કાશ્મીરથી આવેલા લોકોને મળ્યા હતા. જે બાદ તેમણે બેઠક પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે, ભારતે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, કેટલાક દેશોના વાંધાને કારણે આ બેઠકમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

srinagar g20 summit 2023

મીડિયા સાથે વાત કરતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ભારતની જી-20 બેઠક આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

ભારત કોન્ફરન્સ દ્વારા કાશ્મીરીઓનો અવાજ દબાવી ન શકે. યુએનના ઠરાવનું ઉલ્લંઘન કરીને ભારત વિશ્વમાં અસરકારક ભૂમિકા ભજવે તે શક્ય નથી.

બિલાવલે વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો વિચારે છે કે, તેઓ કોન્ફરન્સ કરીને કાશ્મીરનો અવાજ દબાવી શકે છે, તેઓ ખોટા સાબિત થશે. અમે દુનિયાને ભારતનો અસલી ચહેરો બતાવી રહ્યા છીએ. હું અહીં મારા કાશ્મીરી ભાઈ-બહેનો સાથે એકતા વ્યક્ત કરવા આવ્યો છું.

પાકિસ્તાને ઘણા દેશોની મદદથી કાશ્મીરમાં યોજાનારી બેઠકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કામ ન થયું. આવી સ્થિતિમાં તેણે વિદેશી મહેમાનો જ્યાં રોકાવાના હતા તે હોટલ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેને નિષ્ફળ બનાવી દીધું હતું.

વાસ્તવમાં, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ આતંકવાદીઓની મદદથી 26/11 જેવા હુમલાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ હાલમાં જ ધરપકડ કરાયેલા આતંકવાદીઓના એક મદદગારે તેના સંપૂર્ણ રહસ્યોનો પર્દાફાશ કર્યો છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ ઉપરાંત વિદેશી મહેમાનો હવે ગુલમર્ગની મુલાકાત લેશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X