For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવકવેરાના ટોર્ચરથી ત્રાસી ગયા હતા સિદ્ધાર્થઃ કોંગ્રેસ MLA

વીજી સિદ્ધાર્થનું શબ મળી આવ્યા બાદ કોંગ્રેસ ધારાસભ્ય ટીડી રાજગૌડાનુ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સીસીડીના માલિક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થનું શબ મેળવી લીધુ છે. તેમનુ શબ નેત્રાવતી નદી પાસેથી મળી આવ્યુ છે. વીજી સિદ્ધાર્થ સોમવારની રાતથી ગાયબ હતા અને તેમના ડ્રાઈવરના નિવેદન બાદ તેમના નદીમાં કૂદીને આત્મહત્યા કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. વળી, વીજી સિદ્ધાર્થનું શબ મળી આવ્યા બાદ કોંગ્રેસ ધારાસભ્ય ટીડી રાજગૌડાનુ નિવેદન આવ્યુ છે.

સિદ્ધાર્થ આવકવેરા વિભાગના ટોર્ચરથી પરેશાન હતાઃ કોંગ્રેસ ધારાસભ્ય

સિદ્ધાર્થ આવકવેરા વિભાગના ટોર્ચરથી પરેશાન હતાઃ કોંગ્રેસ ધારાસભ્ય

ટીડી રાજાગૌડાએ દાવો કર્યો કે સિદ્ધાર્થ આવકવેરા વિભાગના ટોર્ચરથી થોડા પરેશાન હતા અને બધુ દેવુ ચૂકવવા માટે પોતાની 2-3 સંપત્તિઓ વેચવા ઈચ્છતા હતા. તેમણે જણાવ્યુ કે પરિવારજનોએ નક્કી કર્યુ છે કે તેમના અંતિમ સંસ્કાર પૈતૃક ગામ બેલુરુમાં કરવામાં આવશે. વળી, ગાયબ થયા બાદ વીજી સિદ્ધાર્થની એક ચિઠ્ઠી સામે આવી હતી જેમાં તેમણે રોકાણકારોની માફી માંગી હતી.

કર્મચારીઓને લખી હતી ચિઠ્ઠી

કર્મચારીઓને લખી હતી ચિઠ્ઠી

બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ અને કૉફી ડે ફેમિલીને લખેલી ચિઠ્ઠીમાં વીજી સિદ્ધાર્થે કહ્યુ કે, ‘પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયાસો છતાં હું એક સફળ બિઝનેસ મૉડલ બનાવવામાં નિષ્ફળ રહ્યો. મે તેને મારુ બધુ આપ્યુ પરંતુ એ લોકોને નિરાશ કર્યા જેમણે મારા પર તેમનો ભરોસો રાખ્યો, એ વાતનો મને પસ્તાવો છે.'

આ પણ વાંચોઃ CCDના માલિક વીજી સિદ્ધાર્થનું શબ નેત્રાવતી નદી પાસે મળી આવ્યુઆ પણ વાંચોઃ CCDના માલિક વીજી સિદ્ધાર્થનું શબ નેત્રાવતી નદી પાસે મળી આવ્યુ

આવકવેરાના પૂર્વ ડીજી દ્વારા હેરાન કરવાનો ઉલ્લેખ

આવકવેરાના પૂર્વ ડીજી દ્વારા હેરાન કરવાનો ઉલ્લેખ

પત્રમાં આગળ સિદ્ધાર્થે લખ્યુ હતુ, ‘મે બહુ સંઘર્ષ કર્યો પરંતુ આજે મે હાર માની લીધી કારણકે એક પ્રાઈવેટ ઈક્વિટી પાર્ટનરના શેર બાયબેક કરવાનુ દબાણ સહન નથી કરી શકતો જેને પોતાના દોસ્તથી મોટી રકમ ઉધાર લઈને મે આ કામને આંશિક રીતે પૂરુ કર્યુ છે જે મે આંશિક રીતે 6 મહિના પહેલા એક દોસ્ત સાથે મૂડી ભેગી કરવા માટે કર્યુ હતુ.' તેમણે આવકવેરાના પૂર્વ ડીજી દ્વારા હેરાન કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને લખ્યુ હતુ, ‘ આવકવેરાના પૂર્વ ડીજીએ બે અલગ અલગ સમયે શેર જપ્ત કરી માઈંડટ્રી ડીલને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો, મે રિટર્ન પણ ભરી દીધુ હતુ. આ બિલકુલ ખોટુ હતુ અને આ કારણે અમારે આર્થિક નુકશાન સહન કરવુ પડ્યુ.'

English summary
Sringeri MLA TD Rajegowda on VG Siddhartha, He was upset regarding the Income Tax torture
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X