ભારત-પાક. મેચ નહીં યોજવા શ્રીરામ સેનાની ધમકી

તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોની સુરક્ષાની જવાબદારી લેવાને બદલે મેચ કરાવી રહી છે. મુત્તાલિકે જણાવ્યું કે કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે મુલાકાત કરી અહીં ટી-20 મેચ નહી કરાવાની માગ કરી છે.
ભારત પ્રવાસ આવી રહેલી પાકિસ્તાની ટીમ ત્રણ વનડે અને બે ટી-20 મેચ રમશે. આ સીરિઝ 25 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી ચાલશે. વનડે મેચ ચેન્નાઇ, દિલ્હી અને કોલકાત્તામાં રમાશે, જ્યારે ટી-20 મેચ બેંગલુરુ અને અમદાવાદમાં રમાશે.
શ્રીરામ સેના 24 જાન્યુઆરી 2009માં એ વખતે પ્રકાશમાં આવી હતી જ્યારે તેણે બેંગલુરુના એક પબમાં છોકરીએ પર હુમલો કર્યો હતો. જોકે બાદમાં શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુત્તાલિકે તેના માટે માફી માગી લીધી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમારી માતા અને બહેનોની રક્ષા માટે આવું પગલું ભરવું પડ્યું હતું.












Click it and Unblock the Notifications
