કાર્યક્રમ દરમિયાન મંચ તૂટતાં ભોયભેંગા થયા લાલૂ પ્રસાદ

મંચ તુટી પડતાં લાલૂ પ્રસાદનો પારો સાતમા આસમાને ચઢી ગયો હતો. તેમને ખરાબ વ્યવસ્થા માટે આયોજકો સખત ઠપકો આપ્યો હતો. આ યજ્ઞ સમારોહમાં લાલૂ પ્રસાદ આગમનને લઇને કોઇ અલગથી મંચની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. રામલીલા માટે જે મંચ બનાવવામાં આવ્યું હતું તે મંચથી જ આયોજકોએ કામ ચલાવી લીધું હતું.
લાલૂ પ્રસાદ મંચ પર પહોંચ્યા તો સ્થાનિક નેતાઓનો જમાવડો લાગી ગયો હતો. મંચ મજબૂત ન હોવાથી તૂટી ગયું હતું. વહિવટી અધિકારીઓ દ્રારા મંચની તપાસ ન કરી હોવાનો લાલૂ પ્રસાદે આરોપ લગાવ્યો હતો. લાલૂ પ્રસાદની સાથે ઉભેલા પાર્ટીના મહાસચિવ રામકૃપાલ યાદવે લોકોની નાસભાગ દરમિયાન શાંત બનાવી રાખવાની અપીલ કરી હતી. આટલું જ નહી લાલૂ પ્રસાદે જાતે જ કમાન સંભાળી અને તૂટેલા મંચ પરથી એક બાજુએ ખુરશી નાખીને સભાને સંબોધી હતી.












Click it and Unblock the Notifications
