For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોના વાયરસની દવાની સપ્લાઇ શરુ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં મોકલી

દેશમાં કોરોના વાયરસની દવાની સપ્લાઇ શરુ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં મોકલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હેટેરો લેબ્સે કોવિફોર (Remdesivir)ની 20 હજાર વિયાલ તૈયાર કરી ભારતના 5 રાજ્યોમાં મોકલી આપ્યા છે. જેમાં હૈદરાબાદ, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સામેલ છે. જે બાદ આગલું કનસાઇનમેન્ટ કોલકાતા, ઇન્દોર, ભોપાલ, લખનઉ, પટના, ભુવનેશ્વર, રાંચી, વિજયવાડા, કોચીન, ત્રિવેન્દ્રમ અને ગોવામાં આગલા એક અઠવાડિયામાં મોકલવામા આવશે. હેટેરો હેલ્થકેરે આગલા એક અઠવાડિયામાં એક લાખ Vial તૈયાર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જણાવી દઇએ કે એક વિયાલની કિંમત 5400 રૂપિયા છે અને એક દર્દીને 6 વિયાલની જરૂરત પડે છે.

coronavirus

DCGIએ Remdesivir બનાવવાની મંજૂરી સિપલા અને હેટેરો હેલ્થકેરને આપી છે. જણાવી દઇએ કે આ ઇમરજન્સી દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવે છે. સમાચાર એજન્સી ભાષા મુજબ હેટેરો હેલ્થકેરના પ્રબંધ નિદેશક એમ શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું કે, ભારતમાં કોવિફોરને રજૂ કરવી અમારા માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધી છે. કોવિડ 19ના વધતા મામલાના કારણે હાલ ચિકિત્સા માળખા પર ઘણું દબાણ છે.

જણાવી દઇએ કે કોવિફોર રેમડેસિવીરનું પહેલું જેનેરિક સંસ્કરણ છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેનો ઉપયોગ પુખ્ત અને બાળકો, હોસ્પિટલમાં ગંભીર સંક્રમણને કારણે દાખલ દર્દીઓના ઇલાજમાં કરવામાં આવી શકે છે.

દેશભરમાં કોરોના વાયરસનો કહેર, 24 કલાકમાં 418 ભારતીયોના મોત, 16922 નવા કેસદેશભરમાં કોરોના વાયરસનો કહેર, 24 કલાકમાં 418 ભારતીયોના મોત, 16922 નવા કેસ

English summary
Started supply of Corona virus medicine, first consignment sent to 5 states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X