આજથી 'હર ઘર દસ્તક' અભિયાનની શરૂઆત, ઘરે ઘરે જઈને વેક્સિન અપાશે!

કોરોના રસીકરણની ગતિને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકાર મંગળવારથી 'હર ઘર દસ્તક' અભિયાન શરૂ કરી રહી છે. ધન્વંતરી દિવસ પર શરૂ થઈ રહેલા આ અભિયાનમાં એવા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

નવી દિલ્હી : કોરોના રસીકરણની ગતિને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકાર મંગળવારથી 'હર ઘર દસ્તક' અભિયાન શરૂ કરી રહી છે. ધન્વંતરી દિવસ પર શરૂ થઈ રહેલા આ અભિયાનમાં એવા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જ્યાં રસીકરણની ગતિ ઘણી ધીમી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ રસીકરણની ગતિને ઝડપી બનાવવા રાજ્યો સાથે સમીક્ષા બેઠક કરશે.

Har Ghar Dastak

વિદેશ પ્રવાસ પરથી પાછા ફરતાની સાથે જ પીએમ મોદી દેશમાં કોરોના રસીકરણમાં પાછળ રહેલા જિલ્લાઓ સાથે સમીક્ષા બેઠક કરશે. દેશના 13 રાજ્યોમાં 48 જિલ્લા એવા છે જ્યાં કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ 50 ટકા સુધી પહોંચ્યો નથી. પીએમ મોદીની આ બેઠક બુધવાર 3 નવેમ્બરના રોજ યોજાવાની છે, જેમાં વડા પ્રધાન ઓછા રસીકરણ કવરેજવાળા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે સમીક્ષા બેઠક કરશે. આ બેઠકમાં સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના રસીકરણમાં પાછળ રહી ગયેલા જિલ્લાઓમાં દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લામાં 48.2 ટકા, હરિયાણાના નુહમાં 23.5 ટકા, બિહારના અરરિયામાં 49.6 ટકા અને છત્તીસગઢના નારાયણપુરમાં 47.5 ટકા લોકોને જ પહેલો ડોઝ મળ્યો છે. આ સાથે, ઝારખંડના નવ જિલ્લા પાકુર, પશ્ચિમ સિંહભૂમ, સાહેબગંજ, ગઢવા, લાતેહાર, દેવઘર, ગિરિડીહ, ગોડ્ડા અને ગુમલામાં 50 ટકાથી ઓછું રસીકરણ થયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X