For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્યાજખોરોને નીપટવા રાજ્ય સરકાર એક્શનમા, સરકાર લોક દરબાર યોજી કાર્યવાહી કરશે

રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવવા માટે રાજય સરકાર દ્વારા આવતીકાલથી રાજયવ્યાપી લોકદરબારનું આયોજન કરાયું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સતત વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે હવે સરકાર એક્શનમાં આવી છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું છે કે, રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવવા માટે રાજય સરકાર દ્વારા આવતીકાલથી રાજયવ્યાપી લોકદરબારનું આયોજન કરાયું છે. જેમાં રાજય પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદે વ્યાજ વસુલતા કસુરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે. જરૂરતમંદ નાગરિકોને મહત્તમ લાભ લેવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.

Usury

અહીં તેમણે ઉમેર્યુ કે, સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી એને મળેલી સફળતાના પરિણામે હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જે વ્યાજખોરો સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી છે અને આ મુહિમમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારોને આ વ્યાજખોરોના ત્રાસમાથી મુક્ત થવાની એક તક પુરી પાડી છે. આવનારા એક અઠવાડિયામાં આ મુહિમ વધુ ઝડપી અને વેગવાન બનાવીને અસરકારક રીતે અમલી કરાશે. આ માટે રાજયના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે સૂચનાઓ પણ આપી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત પોલીસના તમામ સીનીયર અધિકારીઓ જેવા કે પીઆઈ, ડીવાયએસપી, ડીએસપી અને મહાનગર હોય તો કમિશ્નર સુધીના અધિકારીઓ પોતે અલગ અલગ વિસ્તારમાં જાય અને સામાન્ય નાગરિકે પોલીસ મથકે જઈને ફરિયાદ ના આપવી પડે તે માટે ગુજરાત પોલીસ મુહિમ શરુ કરશે. આવતીકાલથી સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લઈને આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે.
તેમણે ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી કરતા કહ્યું કે, કોઈ પણ વ્યાજખોરની હેરાનગતિ હોય કે ત્રાસ હોય તો કોઈ પણ જાતનો ડર રાખતા નહી આ તમામ લોકોને પહોંચી વળવા માટે પોલીસ સદાય તત્પર છે અને રહેશે જ. સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.

સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે, કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરીને લોકોને પરેશાન કરે છે. જેના પરિણામે કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે. આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી. જેને સફળતા મળતા આ મોડલ રાજયભરમાં અમલી બનાવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

English summary
State government in action to deal with usurers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X