For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રનો નિર્દેશઃ સામાન અને લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ ન લગાવે રાજ્ય સરકાર

કેન્દ્રએ દેશના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યસચિવોને એક પત્ર લખ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના ખતરાના કારણે ઘણા રાજ્યોમાં હજુ પણ કડક લૉકડાઉનનુ પાલન કરવામાં આવી રહ્યુ છે. જો કે કેન્દ્ર સરકારે લગભગ એક મહિના પહેલા જ અનલૉક લાગુ કરી દીધુ હતુ. બીજા રાજ્યોમાં લૉકડાઉનના કડક પાલનથી ઘણા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી, ઘણી જરૂરી વસ્તુઓની સપ્લાઈમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીને જોતા હવે કેન્દ્રએ દેશના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યસચિવોને એક પત્ર લખ્યો છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને નિર્દેશ

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને નિર્દેશ

એક પત્રમાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને નિર્દેશ આપ્યા છે કે તે આંતરરાજ્ય અને રાજ્યની અંદર લોકો અને વાહનોની અવરજવર પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન લગાવે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પત્રમાં કહ્યુ કે અમને એવી માહિતી મળી છે કે ઘણા રાજ્યોના જિલ્લા અને સીમાવાળા વિસ્તારોમાં પ્રશાસન દ્વારા ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી દિશા-નિર્દેશોનુ સીધુ ઉલ્લંઘન હશે

અનલૉક-3ના દિશાનિર્દેશોને યાદ અપાવીને અજય ભલ્લાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવોને કહ્યુ કે આવા પ્રતિબંધોથી માલ અને સેવાઓના આંતરરાજ્ય અવરજવરમાં મુશ્કેલી પેદા થાય છે. પત્રમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે આવો કોઈ પણ પ્રતિબંધ ગૃહ મંત્રાલય દ્વારા જારી દિશા-નિર્દેશોનુ સીધુ ઉલ્લંઘન હશે.

વ્યક્તિઓ કે સામાનની અવરજવર માટે અલગથી મંજૂરી નથી

વ્યક્તિઓ કે સામાનની અવરજવર માટે અલગથી મંજૂરી નથી

અજય ભલ્લાએ કહ્યુ કે આવા પ્રતિબંધોથી આર્થિક ગતિવિધિ કે રોજગારમાં અવરોધ પેદા થાય છે. કેન્દ્ર દ્વારા દિશા-નિર્દેશોમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે પડોશી દેશો સાથે સમજૂતી હેઠળ સીમાપાર વેપાર માટે વ્યક્તિઓ કે સામાનની અવરજવર માટે અલગથી મંજૂરી કે પરમિટની જરૂર નથી. જો આવુ ક્યાંય જોવા મળ્યુ તો તેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળની જોગવાઈ મુજબ ગૃહ મંત્રાલયની ગાઈડલાઈનનુ ઉલ્લંઘન માનવામાં આવશે.

સુશાંત કેસઃ ડમી બૉડી લઈને સુશાંતના ઘરે પહોંચી CBIની ટીમસુશાંત કેસઃ ડમી બૉડી લઈને સુશાંતના ઘરે પહોંચી CBIની ટીમ

English summary
State should not ban any movement of people and goods in Coronavirus crisis said Centre
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X