• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશમાં રસીકરણની ધીમી ગતિ માટે માત્ર રાજ્ય સરકારો જવાબદારઃ ડૉ. વીકે પૉલ

|

નવી દિલ્લીઃ નીતિ પંચના સભ્ય અને ભારતના અગ્રણી કોવિડ-19 સલાહકાર ડૉ. વીકે પૉલે રસીકરણની કમી માટે રાજ્યોને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે રાજ્યોએ રસીકરણની અધૂરી તૈયારીથી અવગત હોવા છતાં કેન્દ્ર સરકારને રસીની ઉપલબ્ધતા વધારવા માટે મજબૂર કર્યા. વેક્સીન પ્રશાસને પર રાષ્ટ્રીય અધિકાર પ્રાપ્ત સમૂહના અધ્યક્ષ પૉલે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે વેક્સીનની સપ્લાઈ જાન્યુઆરીથી એપ્રિલ સુધી કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહી હતી અને એ દરમિયાન રસીકરણ સારી રીતે થઈ રહ્યુ હતુ પરંતુ મેમાં તે પોતાના લક્ષ્યથી ઘણુ પાછળ થઈ ગયુ.

કેન્દ્ર સરકારે વેક્સીનોના પુરવઠા માટે વેક્સીન નિર્માતાઓને ફંડિંગ કરવુ, અપ્રુવલમાં તેજી લાવવી, ઉત્પાદનમાં તેજી લાવવી અને વિદેશોમાંથી રસીની આયાત કરવી જોવા તમામ પ્રયત્નો કર્યા. પીઆઈબી દ્વારા મિથ વિરુદ્ધ ફેક્ટ્સ પ્રશ્નાવલી તરીકે જાહેર કરેલ તેમની નોટમાં કહેવામાં આવ્યુ છે કે, 'કેન્દ્ર દ્વારા ખરીદવામાં આવેલ રસીને લોકોએ એકદમ મફતમાં લગાવવા માટે તેમનો પુરવઠો રાજ્યોને કરવામાં આવે છે. રાજ્ય એ સારી રીતે જાણે છે. ભારત સરકારે રાજ્યોને માત્ર તેમના સ્પષ્ટ અનુરોધ પર રસીની ખરીદીનો પ્રયાસ કરવામાં સક્ષમ બનાવ્યા છે. રાજ્યોને સારી રીતે ખબર હતી કે દેશમાં ઉત્પાદન ક્ષમતા અને વિદેશો સાથે સીધી રસી મેળવવામાં શું મુશ્કેલીઓ છે.'

ઓછા સમયમાં વેક્સીન ખરીદવી સરળ નથી

તેમણે આગળ કહ્યુ કે જે રાજ્ય ત્રણ મહિનામાં આરોગ્યકર્મી અને ફ્રંટલાઈન વર્કર્સની પૂરતી સંખ્યા ન મેળવી શક્યા એવા રાજ્ય રસીકરણની પ્રક્રિયાને ખોલવા માંગતા હતા અને રસીકરણનુ વધુ વિકેન્દ્રીકરણ ઈચ્છતા હતા. આરોગ્ય એ રાજ્યનો વિષય છે અને ઉદારીકૃત રસી નીતિ રાજ્યો દ્વારા વધુ શક્તિ આપવા માટે કરવામાં આવી રહેલ સતત અનુરોધનુ પરિણામ હતી. પરિણામ એ થયુ કે વૈશ્વિક આવેદકોએ કોઈ પ્રતિક્રિયા આપી નહિ અને એ જ કહ્યુ જે અમે રાજ્યોને પહેલા દિવસથી કહી રહ્યા છે કે દુનિયાભરમાં વેક્સીનના પુરવઠાની કમી ચાલી રહી છે અને આટલા ઓછા સમયમાં વેક્સીન ખરીદવી સરળ નથી.

ત્રણ મહિનાનો વિલંબ કરવાની ભલામણ કરી હતી

મે પછીથી 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે રસીકરણ ખોલી દેવામાં આવ્યુ અને રાજ્યોની સાથે સાથે ખાનગી હોસ્પિટલોને પણ કેન્દ્રીય અનુસંધાન પ્રયોગશાળા કસૌલી દ્વારા સ્વીકૃત અડધી રસીને ખરીદવાનની મંજૂરી આપી દેવામાં આવી. ડૉ. વીકે પૉલે કહ્યુ કે કોવિનના ડેટા અનુસાર એપ્રિલના પહેલા સપ્તાહમાં જ્યાં લગભગ 2.5 કરોડ લોકોનુ રસીકરણ થયુ, મેના પહેલા સપ્તાહમાં તે સંખ્યા ઘટીને માત્ર 87 લાખ રહી ગઈ. લોકોનુ વ્યાપક રસીકરણ સુનિશ્ચિત કરવા માટે આ મહિનામાં કેન્દ્રએ કોવિશીલ્ડના બીજા શૉટમાં ત્રણ મહિનાનો વિલંબ કરવાની ભલામણ કરી હતી.

ઑક્ટોબર સુધી 10 કરોડ વેક્સીનનુ ઉત્પાદન

ડૉ. પૉલે કહ્યુ કે ઑક્ટોબર સુધી દેશમાં કોવેક્સિનની 10 કરોડ ડોઝનુ ઉત્પાદન થશે. જો કે પહેલા એ આંકવામાં આવી રહ્યુ હતુ કે આટલી માત્રામાં વેક્સીનનુ ઉત્પાદન સપ્ટેમ્બર સુધી જ થઈ જશે. તેમણે કહ્યુ કે ભારત બાયોટેક ઓક્ટોબર સુધી 10 કરોડ વેક્સીનનુ ઉત્પાદન કરશે. આ ઉપરાંત 3 સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોનુ ડિસેમ્બર સુધી 4 કરોડ વેક્સીન ઉત્પાદન કરવાનુ લક્ષ્ય છે. આ ઉપરાંત ભારત સરકારના નિરંતર પ્રોત્સાહ બાદ સીરમે કોવિશીલ્ડનુ ઉત્પાદન પ્રતિ માહ 6.5 કરોડથી વધારીને 11 કરોડ પ્રતિ માસ કરી દીધુ છે.

બાળકો પર જલ્દી થશે પરીક્ષણ

વીકે પૉલે કહ્યુ કે રસીનુ જલ્દી બાળકો પર પરીક્ષણ કરવામાં આવશે. અમુક નેતા બાળકોના રસીકરણ માટે રાજનીતિ કરી રહ્યા છે પરંતુ અમે વૈજ્ઞાનિકોની સલાહ પર જ બાળકોના રસીકરણનો નિર્ણય લેશે.

English summary
States are responsible for slow speed of vaccination says vk paul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X