પશ્ચિમ બંગાળમાં બસમાં બોમ્બ વિસ્ફોટ, 7ને ઇજા

બંગાળ-આસામ સીમાથી અંદાજે 8 કિમી દૂર જિલ્લાના બારોબિસા કસ્બામાં આ ઘટના ઘટી છે. બસ આસામથી ભૂટાન આવી રહી હતી, ત્યારે જ બસમાં એક હોટલની પાસે રોકાતા જ ધડાકો થયો. જેમાં સાતને ગંભીર રીતે ઇજા પહોંચી હતી.
નેશનલ લિબરેશન ફોર્સ ઓફ બંગાળીએ વિસ્ફોટની જવાબદારી લીધી છે. વિસ્ફોટ બાદ બસ પાસેથી એક પત્ર મળ્યો છે, જેમાં અલ્પજ્ઞાત સંગઠન એનએલએફબીએ કહ્યું છે, કે આસામમાં બંગાળીઓની પ્રતાડના અને હત્યાઓનો બદલો લેવા માટે આ વિસ્ફોટ કરવામાં આવ્યો છે.
ટોચના પોલીસ અધિકારી અને બોમ્બ નિરોધક દસ્તા ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જવાબદારી લેનારા સંગઠન અંગે કોઇ વિસ્તૃત જાણકારી આપી શકાઇ નથી.












Click it and Unblock the Notifications
