Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ધ સાબરમતી રિપોર્ટના સ્ક્રિનિંગ દરમિયાન JNU માં હંગામા સાથે પથ્થરમારો

The Sabarmati Report : દેશભરમાં વિવાદોનું કારણ બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને લઈને જેએનયુમાં પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે.

અહેવાલો અનુસાર, જેએનયુમાં આયોજીત ધ સાબરમતી રિપોર્ટના સ્ક્રીનિંગ દરમિયાન અહીં મોટો હંગામો સર્જાયો. કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરાયો હોવાના પણ અહેવાલો છે.

The Sabarmati Report

ગુજરાતના ગોધરાકાંડ પર આધારિત આ ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન કેટલાક લોકોએ વિરોધ કરતા મામલો બિચક્યો. આ પછી નારેબાજી થઈ અને પોસ્ટરો પણ ફાડ્યા.

કથિત પથ્થરમારાને કારણે અરાજકતા સર્જાઈ અને સ્ક્રીનિંગને રોકવાની ફરડ પડી. એબીવીપીના વિદ્યાર્થીઓએ ડાબેરી વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના બાદ કેમ્પસમાં તણાવ વધ્યો છે.

આ ઘટના પર ABVP-JNU સેક્રેટરી શિખા સ્વરાજે જણાવ્યું કે, ABVP દ્વારા સાબરમતી ઢાબા ખાતે ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમે જોયું કે ધાબાની છત અને બાલ્કનીમાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા. આ ઘટનામાં આગળ બેઠેલા લોકોને સામાન્ય ઈજા થઈ છે.

તમને જણાવી દઈએ કે, વિક્રાંત મેસીની આ ફિલ્મ હાલમાં જ રીલિઝ થઈ હતી અને આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો ફિલ્મને હકિકતથી વિપરીત ગણાવી રહ્યાં છે તો બીજેપી તેના એજન્ડાના ભાગરૂપે ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. ઘણા રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X