પ્રયાગરાજમાં મહાબોધિ એક્સપ્રેસ પર પથ્થરમારો, ઘણા મુસાફરો ઘાયલ
તાજેતરમાં ટ્રેન અકસ્માતો અને ટ્રેન પર હુમલાઓ થવાની ઘટનામાં વધારો થયો છે. જેમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર, પથ્થરમારો અને પાટા પર લોખંડ મૂકીને ટ્રેનને નુકસાન પહોચાવાના ષડયંત્રો રચવામાં આવ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
આ વચ્ચે પ્રયાગરાજ જિલ્લામાંથી પણ આવી જ એક ઘટના સામે છે. પ્રયાગરાજ જિલ્લામાં અજાણ્યા લોકોએ મહાબોધિ એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા.
ઘટનાની માહિતી મળ્યા બાદ અધિકારીઓ તાત્કાલિકધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે મુસાફરોના નિવેદન લીધા અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મહાબોધિ એક્સપ્રેસ સોમવારની રાત્રે નવી દિલ્હીથી મુસાફરોને લઈને ગયા જવા માટે રવાના થઈ હતી. જ્યારે એક્સપ્રેસ પ્રયાગરાજ જંકશન પર પહોંચી, ત્યાં થોડો સમય રોકાયા બાદ મહાબોધિ એક્સપ્રેસ આગળ વધી હતી.
આ ટ્રેન સમયસર યમુના બ્રિજ પર પહોંચવાની હતી. આ દરમિયાન અજાણ્યા લોકો દ્વારા ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
પથ્થરમારાના કારણે ટ્રેનમાં હાજર મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાના પ્રત્યક્ષદર્શી પાસેથી મળતી માહિતી અનુસાર, રાત્રે લગભગ 9.16 કલાકે ટ્રેન પર અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાના કારણે ઘણા મુસાફરો ઘાયલ થયા હતા.
મામલાની માહિતી મળતાં જ લોકો પાયલટે ટ્રેનને રોકી હતી. ટ્રેન રોક્યા બાદ આની જાણકારી આરપીએફ અને સ્ટેશનને આપવામાં આવી હતી.
માહિતી મળ્યા બાદ આરપીએફના સબ ઈન્સ્પેક્ટર એસપી સરોજ જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.












Click it and Unblock the Notifications
