Vande Bharat Stone Plting: વંદે ભારત ટ્રેન પર પત્થરમારો, મેરઠ-મુજફફરનગર રેલવે ટ્રેક પર હુમલો
Vande Bharat Stone Plting: વંદે ભારત ટ્રેન પર એક વાર ફરી પત્થર મારો થયો છે. દિલ્હીથી દહેરાદુન જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર ગત મોડી રાત્રીના પત્થર ફેકવામાં આવ્યા હતા. મેરઠ મજફરનગર રેલવે ટ્રેક પર નારા જડોદા રેલવે સ્ટેશનથી ગુજરી રહેલી ટ્રેન પર પત્થર મારો થયો હતો . જેમા ટ્રેનના કાચ પર નીશાન સાધવામાં આવ્યુ હતુ. ટ્રેનમાં સવાર અમુક લોકોએ તેનો વિડીયો બનાવ્યો હતો.

એએનઆઇએ રેલવેના માધ્યમથી જણાવ્યુ હતુ કે, પત્થરબાજી વંદે ભારત એક્સપ્રેસના ઈ કોચ પર થયો હતો. પત્થરબાજીમાં કોઇના ઇજાગ્રસ્ત થવાના સમાચાર નથી મળી રહ્યા. આરોપીઓને પકડવા માટે દિલ્હી મંડરના આરપીએફની ટીમ કામ કરી રહી છે. જો કે, નારા જાડોદાના રેલવે સ્ટેશન માસ્ટર પત્થરબાજીની ઘટનાથી ઇનકાર કરી રહ્યા છે.
પ્રધાનરમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 29 મે ના રોજ દહેરાદુનથી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશન સુધી ચાલનાર વંદે ભારત ટ્રેન વર્ય્યુઅલી લીલી ઝંડી આપી હતી. ટ્રેન શરુ થતા રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવ ખુદ દહેરાદુન પહોચ્યા હતા.












Click it and Unblock the Notifications
