ભેળસેળવાળા દૂધનું વેચાણ અટકાવો : સુપ્રીમ કોર્ટ

ન્યાયમૂર્તિઓ કે એસ રાધાકૃષ્ણન અને પિનાકી ચંદ્ર ઘોષની બનેલી બેન્ચે સરકારને સવાલ કર્યો છે કે ભેળસેળવાળા દૂધના વેચાણને રોકવા માટે સરકારે શું પગલાં લીધા છે? આ બહુ જ ગંભીર બાબત છે. આ પ્રવૃત્તિ આખા દેશમાં ચાલી રહી છે તે વિશે કોઈ શંકા નથી.
ન્યાયાધીશોની બેન્ચે હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીની સરકારોને આદેશ આપ્યો છે કે તેમણે દૂધમાં ભેળસેળના દૂષણનો અંત લાવવા માટે કયાં પગલાં લીધા છે તેની વિગતો જણાવે.
આ મામલે રાજ્ય સરકારોએ પગલા લેવા જોઈએ એવી કેન્દ્ર સરકારની રજૂઆત બાદ કોર્ટે ઉપર મુજબનો આદેશ આપ્યો છે. કોર્ટે વધુ સુનાવણી માટે 31 જુલાઈની તારીખ નક્કી કરી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્ય સરકારોને તેમનો જવાબ રજૂ કરવા માટે આનાથી વધારે સમય આપવામાં નહીં આવે.












Click it and Unblock the Notifications
