For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Strawberry Moon 2022: 14 જૂને આકાશમાં થશે 'ગુલાબી' ચાંદના દીદાર, જાણો કેમ છે ખાસ

દુનિયાભરમાં 14 જૂન(મંગળવાર)ના રોજ આકાશમાં સુંદર નઝારો જોવા મળશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં 14 જૂન(મંગળવાર)ના રોજ આકાશમાં સુંદર નઝારો જોવા મળશે. મંગળવારે પૂનમનો ચંદ્રમાં અલગ જ રૂપમાં જોવા મળશે. જેને સ્ટ્રૉબેરી મૂનના નામથી ઓળખવામાં આવે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષામાં તેના સૌથી નજીકના બિંદુએ હશે જેને પેરીગી કહેવાય છે, જેનાથી તે 'સુપરમૂન' જેવો દેખાશે. 14 જૂન, 2022ના રોજ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે જે તેને સુપરમૂન બનાવશે. પૃથ્વી પર લોકો માટે સુપરમૂન ખૂબ જ તેજસ્વી અને મોટો દેખાશે. જો આકાશ સ્વચ્છ હશે તો તમે આજે આ સુંદર નજારો જોઈ શકશો. આવો જાણીએ ભારતમાં દેખાશે કે નહિ.

ક્યારે દેખાશે આ સુંદર નઝારો

ક્યારે દેખાશે આ સુંદર નઝારો

તમને જણાવી દઈએ કે સાંજે સૂર્યાસ્ત પછી સ્ટ્રૉબેરી મૂન દક્ષિણ-પૂર્વ બાજુથી નીકળશે જે દેખાવમાં મોટો અને ખૂબ જ તેજસ્વી હશે. નિષ્ણાતોના મતે 14 જૂનની સાંજે 5:22 કલાકે મંગળવારના રોજ ચંદ્ર તેની ચરમસીમા પર હશે. તે પૃથ્વીના 222,238 માઇલની અંદર આવશે (તેના સરેરાશ અંતર કરતાં લગભગ 16,000 માઇલની નજીક) અને નિયમિત પૂર્ણ ચંદ્ર કરતા લગભગ 10 ટકા તેજસ્વી હોવાની અપેક્ષા છે.

સ્ટ્રૉબેરી મૂન શું છે

સ્ટ્રૉબેરી મૂન શું છે

સ્ટ્રૉબેરી મૂન ના તો સ્ટ્રૉબેરી જેવો દેખાય છે અને ના તો તેનો રંગ ગુલાબી છે. આ નામ મૂળ અમેરિકનો દ્વારા પૂર્ણ ચંદ્રને આપવામાં આવ્યુ હતુ. ધ ઓલ્ડ ફાર્મર્સ અલ્માનેક મુજબ 'આ નામ (સ્ટ્રૉબેરી મૂન) એલ્ગોનક્વિન, ઓજીબવે, ડાકોટા અને લાકોટા લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.આની પાછળનુ કારણ એ છે કે આ મૂન ત્યારે દેખાય છે જ્યારે સ્ટ્રૉબેરી જૂન મહિનામાં તૈયાર થઈ જાય છે અને તેને એકઠી કરવામાં આવે છે.

વર્ષનો સૌથી નીચલો ચાંદ

વર્ષનો સૌથી નીચલો ચાંદ

Space.comના જણાવ્યા મુજબ, નાસાના જણાવ્યા મુજબ આ વર્ષે સુપરમૂન 2022નો સૌથી નીચો પૂર્ણ ચંદ્ર હશે જે ક્ષિતિજથી માત્ર 23.3 ડિગ્રી ઉપર વધશે. તે સૌથી નીચો હશે કારણ કે તે 21 જૂને ગ્રીષ્મ સંક્રાંતિ પહેલા થઈ રહ્યુ છે. નાસા દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, 'ગ્રીષ્મ સંક્રાંતિમાં સૂર્ય આકાશમાં સૌથી ઉંચો દેખાય છે. પૂર્ણ ચંદ્ર સૂર્યની વિરુદ્ધ હોય છે તેથી ગ્રીષ્મ સંક્રાંતિ નજીક એક પૂનમ આકાશમાં ઓછી હશે.'

આને કેવી રીતે જોઈ શકશો?

આને કેવી રીતે જોઈ શકશો?

યુએસ સ્પેસ એજન્સીએ એમ પણ કહ્યુ કે આનાથી લોકોને સારા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ચંદ્રની સપાટી પરના ક્રેટર અને પહાડો જોવાની તક મળશે. ઇટાલીના સેકાનોમાં વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ, મંગળવારે પૂર્ણ ચંદ્રના ફ્રી લાઇવસ્ટ્રીમનુ આયોજન કરશે. વેબકાસ્ટ 3.15 p.m. EDT (12.45 p.m. IST)થી શરૂ થશે અને ચંદ્રના જીવંત દૃશ્યો બતાવશે.

English summary
Strawberry Moon 2022: This wonderful sight will be seen in the sky on June 14
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X