જમ્મુ- કાશ્મીરમાં લોકતંત્રને મજબૂત બનાવવો અમારી પ્રાથમિકતાઃ પીએમ મોદી
જમ્મુ- કાશ્મીરમાં લોકતંત્રને મજબૂત બનાવવો અમારી પ્રાથમિકતાઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે સર્વદળીય બેઠકની અધ્યક્ષતા કરી. સાડા ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીર રાજનૈતિક અનિશ્ચિતતાનો માહોલ ખતમ કરવાના ઉદ્દેશ્યથી કાશ્મીરી નેતાઓ સાથે કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક બાદ મીડિયા સમક્ષ વાત કરતાં 'અપની પાર્ટી'નાનેતા અલ્તાફ બુખારીએ જણાવ્યું કે વાતચીત બહુ સારા માહોલમાં થઈ. બેઠક બાદ પીએમ મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

જમ્મુ કાશ્મીરને લઈ બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે તે દિલ્હી અને દિલની દૂરી ખતમ કરવા માંગે છે. તેમણે કહ્યું કે, 'જમ્મુ અને કાશ્મીરના રાજનૈતિક નેતાઓ સાથે આજે બેઠક એક વિકસિત અને પ્રગતિશિલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જ્યાં સર્વાંગી વિકાસને આગળ વધારવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના જમીની સ્તરે લોકતંત્રને મજબૂત કરવાની અમારી પ્રાથમિકતા છે. સીમાંકન તેજીથી થવા જોઈએ જેથી ચૂંટણી થઈ શકે અને જમ્મુ-કાશ્મીરને એક ચૂંટાયેલી સરકાર મળે જે રાજ્યના વિકાસના પથને મજબૂતી આપે.'
પોતાના અન્ય એક ટ્વીટમાં પીએમ મોદી લખે છે કે, 'અમારા લોકતંત્રની સૌથી મોટી તાકાત એક ટેબલ પર બેસવાની અને વિચારોના આદાન-પ્રદાાન કરવાની ક્ષમતા છે. જમ્મુ-કાશ્મીરના નેતાઓને મેં કહ્યું કે, વિશેષ રૂપે યુવાઓને જમ્મુ-કાશ્મીરનું રાજનૈતિક નેતૃત્વ પ્રદાન કરવું છે અને તેમની આકાંક્ષાઓને વિધિવત પૂરી કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું છે.' જણાવી દઈએ કે ગુરુવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભવિષ્યની કાર્યવાહી પર ચર્ચા કરવા માટે જમ્મુ-કાશ્મીરના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત 14 નેતાઓએ ભાગ લીધો.












Click it and Unblock the Notifications
