શાહરૂખને વાનખેડેમાં પ્રવેશવા નહીં દેવો; પોલીસને કડક સૂચના

એમસીએના પ્રમુખ રવિ સાવંતે કહ્યું છે કે, અમે મરીન લાઈન્સ પોલીસ સ્ટેશનને લેખિતમાં જણાવી દીધું છે કે તેઓ આજે શાહરૂખ ખાનને વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા દેવામાં ના આવે. પોલીસે અમને તે માટે પત્ર મોકલવા કહ્યું હતું અને અમે તે મોકલી દીધો છે.
ગયા વર્ષે આઈપીએલની મેચ પૂરી થયા બાદ શાહરૂખે તમાશો કર્યો હતો અને સુરક્ષા ગાર્ડ તથા એસોસિએશનના અધિકારીઓ સાથે ઝઘડો કર્યો હતો. તેને પગલે એસોસિએશને શાહરૂખને પાંચ વર્ષ સુધી વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા ન દેવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ ગઇ કાલે જ આ મુદ્દે શાહરૂખ ખાને પ્રતિક્રિયા આપી દીધી હતી કે મારી ટીમ જીતવાની જ છે અને મારી ટીમ જીતે તે માટે મારે સ્ટેડિયમમાં રેહવું જરૂરી નથી.












Click it and Unblock the Notifications
