પંજાબના વિદ્યાર્થીઓ 'સ્કૂલ ઓફ એમિનન્સ' માટે 10 નવેમ્બર સુધી પોતાની ડિઝાઈન મોકલી શકશે.
પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા બાદ શિક્ષણને લઈને એક પછી એક મોટા પગલાઓ ભરી રહી છે. ત્યારે હવે ભગવંત માનની આગેવાની માન સરકારે સ્કૃલ ઓફ એમિનેંસ માટે એન્ટ્રીઓ મંગાવી છે.
દિલ્હી : પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા બાદ શિક્ષણને લઈને એક પછી એક મોટા પગલાઓ ભરી રહી છે. ત્યારે હવે ભગવંત માનની આગેવાની માન સરકારે સ્કૃલ ઓફ એમિનેંસ માટે એન્ટ્રીઓ મંગાવી છે. આ માટે વિદ્યાર્થીઓ 10 નવેમ્બર સુધી પોતાની ડિઝાઈન મોકલી શકે છે.

પંજાબના શિક્ષણમંત્રી હરજોત સિંહ બૈંસે માહિતી આપતા કહ્યું કે, તમામ શાળાના વડાઓને પત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે ધોરણ 11 અને 12માં ફાઈન આર્ટસ, ડ્રોઈંગ અને પેઈન્ટીંગ વિષયનો અભ્યાસ કરતા બાળકો પ્રભાવશાળી અને અર્થપૂર્ણ ડીઝાઈન તૈયાર કરીને 10 નવેમ્બર સુધીમાં જિલ્લા કચેરી દ્વારા મુખ્ય કચેરીને મોકલી આપે.
શિક્ષણ મંત્રાલયે આ માટે પાંચ મુખ્ય મુદ્દાઓ પણ જારી કર્યા છે. જેમાં શાળાઓમાં બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ શિક્ષણ માટે મલ્ટીમીડિયા અને અન્ય ઈ-સોર્સનો ઉપયોગ, સુસજ્જ પુસ્તકાલયો અને પ્રયોગશાળાઓ, રમતગમતની સુવિધાઓ અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે.
શિક્ષણમંત્રીએ આગળ જણાવ્યુ કે, રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનારી સ્કૂલ ઓફ એમિનન્સની ડિઝાઇનને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે. પ્રથમ ઇનામ રૂપિયા 5100, બીજું ઇનામ રૂપિયા 3100 અને ત્રીજું ઇનામ રૂપિયા 2100 નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે વિભાગ દ્વારા રચાયેલ રાજ્ય સ્તરીય જ્યુરી અંતિમ નિર્ણય લેશે.












Click it and Unblock the Notifications
