'રાહુલ ગાંધી ક્યારેય પ્રધાનમંત્રી નહીં બની શકે'

Subramanian Swamy
નવીદિલ્હી, 07 ઑક્ટોબરઃસોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનતા રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા જનતા પાર્ટીના અધ્યક્ષ સુપ્રમણ્યમ સ્વામીએ હવે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી ક્યારેય પણ દેશના પ્રધાનમંત્રી બની શકશે નહીં.

આ દાવો તેમણે ટીવી શો આપકી અદાલતમાં કર્યો. કેન્દ્રની યુપીએ સરકારને 2જી સ્પેક્ટ્રમમાં ઘેરનાર સ્વામી એ જ છે, જેમણે રાષ્ટ્રપતિને પત્ર લખીને ભારતીય કાયદાનો હવાલી આપી સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનતા અટકાવ્યા હતા. જે દિવસે સોનિયા ગાંધી અને યુપીએ સરકારના નેતાઓ તરફથી સોનિયાને પીએમ બનાવવામાં આવે તેવો પત્ર રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો હતો. એ જ દિવસે સ્વામીએ પોતાના પત્રમાં એ કાયદાકીય તર્ક આપ્યા હતા કે, જેના કારણે સોનિયા ક્યારેય ભારતના પ્રધાનમંત્રી બની શકશે નથી.

હવે એ જ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે, રાહુલ ગાંધી પણ ક્યારેય દેશના પ્રધાનમંત્રી બની શકે નહીં. તેમને જ્યારે કેમ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તેની પાછળ કાયદાકીય કારણ છે અને તેનો ખુલાસો તે ત્યારે જ કરશે, જ્યારે યુપીએ રાહુલને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે.

સ્વામીને પૂછવામાં આવ્યું કે માત્ર કોંગ્રેસનો જ તેઓ વિરોધ કેમ કરે છે. તો જવાબ મળ્યો કે, વિદેશી રાવણ પર વિશ્વાસ મુકીને સીતા માતાએ લક્ષ્મણ રેખા ઓળંગી હતી. જેના કારણે આટલું મોટું યુદ્ધ થયું હતું. તેથી હું પણ વિદેશીઓ પર વિશ્વાસ નથી કરી શકતો. સાથે જ વિપક્ષી દળો વિરુદ્ધ મામલા ઉઘાડા પાડવાનું કામ સત્તાધારી કોંગ્રેસનું છે અને તે આ કામ સારી રીતે કરી રહી છે. હવે કોંગ્રેસ તો પોતાના વિરુદ્ધ કોઇ મામલો બહાર લાવશે નહીં. તેથી અમે કોંગ્રેસને ટાર્ગેટ કરી છે.

સ્વામીએ આ મુલાકાતમાં બાબા રામદેવના વખાણ કર્યા તો કેટલીક બાબતોમાં અણ્ણા હજારેનો ખોટા ઠેરવ્યા. સ્વામીએ કહ્યું કે બાબા રામદેવ એક નેક ઇન્સાન છે અને તે જંગ લડી રહ્યાં છે. જેમાં તેઓ જરૂરથી સફળ થશે, પરંતુ અણ્ણા હજારેની એક વાત ખોટી છે. તે વિચારે છે કે જનલોકપાલ બીલને લાવવામાં આવશે તો ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જશે. પરંતુ તેવું નથી. જનલોકપાલ બિલ ભ્રષ્ટાચારનો અંત નથી. જો દેશ ઇચ્છે તો વર્તમાન કાયદાના માધ્યમથી જ ભ્રષ્ટાચારને સમાપ્ત કરી શકાય છે, બસ એક પહેલની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X