For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના ચાર ટુકડા કરી દેવા જોઈએઃ સુબ્રમણ્યમ સ્વામી, જણાવી રીત

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ દરેક જણ દેશની વાયુસેનાને સેલ્યુટ કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ દરેક જણ દેશની વાયુસેનાને સેલ્યુટ કરી રહ્યુ છે. પાકિસ્તાન પર થયેલી આ સર્જીકલ સ્ટ્રાઈક બાદ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ભારતીય સેના અને સરકારને નવુ સૂચન કર્યુ છે. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ કે આપણુ લક્ષ્ય એ હોવુ જોઈએ કે પાકિસ્તાનને ચાર ટgકડામાં વહેંચી દેવામાં આવે. સ્વામીએ કહ્યુ કે આપણે પાકિસ્તાનના ચાર ટુકડા હલાલ પ્રક્રિયાથી કરવા જોઈએ. આ પહેલા પણ સ્વામીએ સવારે એક ટ્વીટ કરીને કહ્યુ હતુ કે અમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યુ નથી.

Subramanian Swamy

સ્વામીએ કહ્યુ કે અમારી વાયુસેનાએ પીઓકે પર બોમ્બ ફેંક્યા છે કે જે અમારી જ જમીન છે જેને અસ્થાયી રીતે અમે પીઓકેના નામથી ઓળખીએ છીએ. માટે અમે પોતાની આત્મરક્ષામાં કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યુ નથી. આ સાથે જ સ્વામીએ કાશ્મીર અંગે યુએનમાં ભારતની અપીલને પાછી લઈ લેવી જોઈએ. તેમણે કહ્યુ કે મોદી સરકાર માટે આ એકદમ યોગ્ય સમય છે કે તે કાશ્મીર માટે યુએનમાં નહેરુની ગેરકાયદેસર અરજીને પાછી લઈ લે કારણકે અમારુ માનવુ છે કે આ વિવાદિત વિસ્તાર નથી.

તમને જણાવી દઈએ કે આજે સવારે લગભગ 3.30 વાગે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સ્થિત જૈશના કેમ્પો પર હુમલો કર્યો. રિપોર્ટ્સની માનીએ તો વાયુસેનાની આ કાર્યવાહીમાં 200-300 આતંકી ઠાર મરાયા. વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ. વિદેશ સચિવ વિજય ગોખલે મીડિયા સામે આવ્યા અને તેમણે આ સર્જિકલ સ્ટ્રાઈકની જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે વાયુસેનાએ પાકિસ્તાન બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના કેમ્પોને નિશાન બનાવ્યા જેમાં ઘણા આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સેના અને જનતા દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેઃ એર સ્ટ્રાઈક બાદ ઈમરાન ખાનઆ પણ વાંચોઃ સેના અને જનતા દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેઃ એર સ્ટ્રાઈક બાદ ઈમરાન ખાન

English summary
Subramanian Swamy says break Pakistan into 4 parts by halal method.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X