For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંક્રમણ ઘટતા પરિવહન ક્ષેત્રમાં આવી તેજી

Abhibus દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જૂન બાદની તમામ યાત્રામાંથી 55 ટકા મુસાફરોએ વેક્સીનના બંન્ને ડોઝ લીધા છે. આ સાથે અન્ય 32 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે. Abhibus દ્વારા તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવ

|
Google Oneindia Gujarati News

Abhibus એક ઓનલાઇન બસ ટ્રાવેલ એગ્રિગેટર છે. જેમાં જૂન મહિનાથી માંગમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે, ઘણા રાજ્યોમાં લોકડાઉનના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. જૂન બાદના 5 અઠવાડિયામાં માંગમાં 60 ટકાનો વધારો નોંધાયો છે, જેમાં 4,50,000 થી વધુ બસ બુકિંગનો સમાવેશ થાય છે. રસીકરણનો દર વધતા અને વિવિધ રાજ્યોમાં લોકડાઉનના પ્રતિબંધોને હળવા કરવામાં આવતા, અગાઉ ચાલતી આવશ્યક મુસાફરીની સાથે લેઝર મુસાફરીને પણ વેગ મળ્યો છે.

transport sector

Abhibus દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જૂન બાદની તમામ યાત્રામાંથી 55 ટકા મુસાફરોએ વેક્સીનના બંન્ને ડોઝ લીધા છે. આ સાથે અન્ય 32 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે. Abhibus દ્વારા તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે બાકીના 13 ટકા મુસાફરો પાસેથી નેગેટિવ RT-PCR રિપોર્ટ મંગાવવામાં આવ્યા હતા.

ભારતમાં નવરાશની મુસાફરી છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ રહી હતી. કારણ કે આ સમયે ભારત કોરોનાની બીજી લહેરમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું હતું. ઘણા રાજ્યો દ્વારા લાગુ કરવામાં આવેલા કડક લોકડાઉનને કારણે આવશ્યક મુસાફરી સિવાય અન્ય મુસાફરીને પરવાનગી આપવામાં આવી ન હતી. આંતરરાષ્ટ્રીય મુસાફરી અને સ્થાનિક મુસાફરી પરના પ્રતિબંધોને કારણે પ્રવાસન ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્રે જોડાયેલા લોકોને ગત વર્ષે મોટો ફટકો પડ્યો હતો.

હાલ સ્થાનિક મુસાફરીની માંગમાં વધારા સાથે લેઝર મુસાફરીની માંગમાં પણ વધારો થયો છે. જે પરિવહન ક્ષેત્રને આશાનું નવુ કિરણ આપે છે. કોરોનાની બીજી લહેરમાં બસ મુસાફરીની માંગ ન હતી, પણ રસીકરણની પ્રક્રિયાને મળેલો વેગ દેશભરમાં સલામત મુસાફરી કરવા માટે જરૂરી ગતિ આપી શકે છે.
લેઝર મુસાફરીમાં વધારા થવા સાથે Abhibusમાં પણ રસી સંબંધિત મુસાફરીમાં વધારો જોવા મળ્યો છે. પરિવહન ક્ષેત્રને વેગ આપવા માટે અને ઘરેલુ મુસાફરીને પ્રોત્સાહન આપવા કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર કોવિડ રસીકરણ સ્લોટ બૂક કરવાની સુવિધા ઉભી કરી છે. Abhibus યુઝર્સને નજીકના સ્થળે કોવિડ રસીકરણ સ્લોટ્સ બુક કરવાની મંજૂરી આપે છે અને એકવાર રસી અપાઇ જાય તો તેનું વેક્સીન સર્ટીફિકેટ Abhibusની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

તાજેતરના સંજોગો વિશે જણાવતા AbhiBusના COO રોહિત શર્માએ જણાવ્યું હતું કે, અમે સમગ્રદેશની લેઝર મુસાફરીમાં એક વધારો જોઈ રહ્યા છીએ. જે પરિવહન ઉદ્યોગ માટે સારા સંકેત છે. અમને આશા છે કે રસીકરણના ઉંચા દર સાથે લોકો મુસાફરી કરવા અને ગત વર્ષે તૈયાર કરેલી તેમની મુસાફરીની યોજનાઓનો અમલ કરવાનું સલામત લાગે છે. આ નવી પહેલ સાથે અમે મુસાફરોનું રસીકરણ કરવાનું અને Abhibus.com પર અનુકૂળ સ્થળે કોરોના રસીકરણના સ્લોટ્સ બુક કરાવવાનું સરળ બનાવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે, મુસાફરીની સંભાવના લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરશે. વર્તમાન સમયમાં ગ્રાહક સુરક્ષા અમારી પ્રથમિકતા છે. અમે કોરોના ગાઇડલાઇનન પાલન કરીશું.

English summary
AbhiBus, a leading online bus travel aggregator has witnessed a surge in demand since June, as many states relax their lockdown restrictions. The company witnessed 60% surge in demand with more than 4,50,000 bus bookings in the 5 weeks since June. Rising vaccination rates and lifting of lockdown restrictions across states have fueled leisure travel along with the previously on-going essential travel. Abhibus has reported that of all the travel since June, 55% of their travelers have been completely vaccinated and an additional 32% have received the first dose of vaccination. Abhibus continues to check for Negative Rt-PCR report from the rest 13% followers, to ensure safety of all travelers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X