PM પદ: હવે નરેન્દ્ર મોદીને અકાળી દળનું પણ સમર્થન

narendra-modi-sukhbir-badal
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે હવે પંજાબના અકાળી દળનો સાથ મળ્યો છે. અકાળીદળના નેતા સુખવીર સિંહ બાદલે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદની દાવેદારીને સમર્થન આપ્યું છે. તેમને એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે ગમે તેવી પરિસ્થિતીમાં ભાજપની સાથે છીએ અને જો વડાપ્રધાન પદ માટે જો નરેન્દ્ર મોદીને સમર્થન કરવામાં આવે છે અને અકાળી દળ સમર્થન કરશે.

તેમને કહ્યું હતું કે 2014ની લોકસભાની ચુંટણી પહેલાં એનડીએની સાથે કેટલાક દળ જોડાશે. નરેન્દ્ર મોદી માટે ખરેખર આ સારા સમાચાર છે. ભાજપ તરફથી વડાપ્રધાન પદના નામ પર તેમનું સમર્થન કરનાર દિગ્ગજોની સંખ્યા સતત વધતી જાય છે.

રાજ્યસભા સાંસદ અને ભાજપના સસ્પેંડેડ નેતા રામ જેઠમલાણી પણ ઘણીવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર માટે પોતાની પસંદગી વ્યક્ત કરી ચૂક્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાનું પણ માનવું છે કે 2014ની ચુંટણી પહેલાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવશે તો પાર્ટીને ફાયદો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X