સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારનારા ઝડપાયા, જાણો કેવી રીતે અને ક્યાંથી ઝડપાયા
રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં ગોળી મારનારા આરોપીઓને દબોચી લીધા છે.
સમાચારો અનુસાર, સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં સંડોવાયેલા બંને શૂટરો નીતિન ફૌજી અને રોહિત સિંહ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. બંને શૂટર્સને પોલીસે ચંડીગઢમાં પકડ્યા છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને રાજસ્થાન પોલીસની SITએ સંયુક્ત ઓપરેશન કરીને બંને શૂટરોની ધરપકડ કરી છે. પોલીસે 9 ડિસેમ્બરે મોડી રાત્રે ચંદીગઢમાં દારૂના અડ્ડા પાસેથી બંનેની ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસ અનુસાર, રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.
જણાવી દઈએ કે, કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
