લો બોલો, સરકારી અધિકારીઓએ આ ચાવાળાને રાતોરાત બનાવી દીધો કરોડપતિ!
લમ્ભુઆના મહેસૂલ અધિકારીઓએ રાતોરાત એક ચા વાળાને કરોડપતિ બનાવી દીધો.
યોગી રાજમાં સરકારી તંત્રમાં ઉપરથી નીચે સુધી બેઠેલા લોકોના અજીબોગરીબ કારનામાં સામે આવી રહ્યાં છે. સરકાર પણ આમની સામે લાચાર છે, ત્યારે પોતાની શાખ બચાવવા માટે સસ્પેન્ડ કે ટ્રાન્સફર કરીને સરકાર ખુદની પીઠ થપથપાવી રહી છે. લમ્ભુઆના મહેસૂલ અધિકારીઓએ રાતોરાત એક ચા વાળાને કરોડપતિ બનાવી દીધો.

શું છે સમગ્ર મામલો
સુલ્તાનપુરના જિલ્લા મુખ્યાલયથી લગભગ 22 કિમી દૂર જૌનપુર રોડ પર લમ્ભુઆ મહેસૂલ વિભાગ આવેલ છે. તહસીલ ક્ષેત્રના ચાંદા થાણા અંતર્ગત કોઈરીપુરના રામનગર વોર્ડનારહેવાસી રામજીના પિતા સત્યનારાયણનું 8 વર્ષ પહેલા નિધન થયું હતું. રામજી વિકલાંગ હક મેળવે છે અને સાથે જ ગામમાં નાની એવી દુકાન ચલાવે છે.

તંત્રની લાપરવાહી સામે આવી
તાજેતરમાં જ કોઈ જરૂરી કામ માટે રામજીને આવકના દાખલાની જરૂર પડી હતી માટે તેણે અરજી કરી હતી. અરજી પ્રક્રિયા બાદ ક્ષેત્રીય અધિકારીએ તેની માસિક આવક 16 લાખ 13 હજાર 350 રૂપિયા કરી દીધી હતી, આ હિસાબે રામજીની વાર્ષિક આવક 1 કરોડ 93 લાખથી પણ વધુ થાય છે.

જોયા વિના જ કરી દીધી સહી
આ આવકના દાખલા પર તલાટીએ પણ જોયા વગર જ સહી કરી દીધી હતી. જે બાદ મામલતદાર આ દાખલા પર સહી કરતા હોય છે. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મામલતદારે પણ જોયા વિના જ આ દાખલા પર સહી કરી દીધી હતી. 9 ઓગસ્ટે આવકનો દાખલો જારી કરી દેવામાં આવ્યો હતો. હાલ આ મામલે ડીએમ વિવેક કુમારે તપાસ કરી કાર્યવાહી હાથધરવાનું આશ્વાસન આપ્યું છે.












Click it and Unblock the Notifications
