કોઇને આશા ન હતી કે ભાજપ આમને બનાવશે લોકસભા સ્પીકર

મધ્યપ્રદેશથી પ્રથમવાર કોઇ નેતાને લોકસભા અધ્યક્ષ બનવાની તક મળશે. સુમિત્રા મહાજન ઇન્દોરથી સતત આઠમી વાર સાંસદ ચૂંટાઇ છે. એક જ સંસદીય વિસ્તારથી સતત આઠ ચૂંટણી જીતનાર દેશની પ્રથમ મહિલા સાંસદ છે.
સ્પીકર પદ માટે સુમિત્રા મહાજનનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહની પસંદ પર નક્કી થયું છે. મંત્રીમંડળની રચના પહેલાં જ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ સુમિત્રા મહાજનને આ આશયના સંકેત આપી દિધા હતા. લાંબા સંસદીય કાર્યકાળમાં સુમિત્રા મહાજને ઘણીવાર અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની હેરહાજરીમાં સદનનું સંચાલન કર્યું છે.
તે સંસદની ઘણી મુખ્ય સમિતિઓની અધ્યક્ષ પણ રહી ચૂકી છે. 15મી લોકસભામાં તે ગ્રામીણ વિકાસ વિભાગની સ્થાઇ સમિતિની અધ્યક્ષ હતી. આજે સદનની શરૂઆત કરતાં નરેન્દ્ર મોદી પોતાના બધા સહયોગીની સાથે મળીને દેશની આશાઓ પુરી કરવા માટે 'વિકાસ'નો ગિયર શિફ્ટ કરી દિધો છે.












Click it and Unblock the Notifications
